બાબરાના નડાળા ગામે વિજળી પડતા 35 વર્ષીય યુવાન નું મોત

બાબરાના નડાળા ગામે વિજળી પડતા 35 વર્ષીય યુવાન નું મોત
Spread the love
  • ખેતરે કામ કરતા સમયે એકાએક વિજળી પડતા મૃત્યું નિપજ્યું

બાબરા તાલુકાના નડાળા ગામે વાડી વિસ્તાર માં વિજળી પડતા વાડીએ કામ કરતા દેવીપુજક યુવાનનું મૃત્યું નિપજ્યું. મળતી માહીતી મુજબ નડાળા ગામે વાડી વિસ્તાર માં ખેત મજુરી કરતા દેવીપુજક દિનેશભાઈ નાનજીભાઈ સોલંકી ઉ.વ.૩૫ નું નડાળા ગામે ખેત મજુરી કરતા હતા તે દરમ્યાન વિજળી પડતાં મોત નિપજેલ છે. મૃતક યુવાન નડાળા ગામના રહેવાસી હોવાની માહિતી મળેલ છે. નડાળા ગામે ભાગવું રાખી ખેતી કરતા હતા. હાલ નડાળા ગામના ખેડુત ચંદુભાઈ રામજીભાઈ નાથાણીનું ભાગવું રાખ્યું હતું. ત્યાંજ બનાવ બન્યાની માહીતી મળેલ છે. બનાવ અંગે ૧૦૮ ને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવેલ હતી. ઘટનાની જાણ થતા પોલિસ પણ ઘટના સ્થળે દોડી ગયેલ છે.

રિપોર્ટ : હિરેન ચૌહાણ (બાબરા)

IMG-20200624-WA0081.jpg

Right Click Disabled!