બાબરા-દામનગર-લાઠી પો.સ્ટે.માં પકડાયેલ ઇંગ્લીશ દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો

બાબરા-દામનગર-લાઠી પો.સ્ટે.માં પકડાયેલ ઇંગ્લીશ દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો
Spread the love

બાબરા પો.સ્ટે. તેમજ દામનગર પો.સ્ટે. તેમજ લાઠી પો.સ્ટે. માં પકડાયેલ ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી કુલ કિ.રૂ.૩૪,૪૭,૫૪૩/- નો મુદ્દામાલ બાબરા મુકામે ઇદગાહ પાસે નાશ કરવામાં આવ્યો. ભાવનગર રેન્જ ડી.આઈ.જી.પી. શ્રી અશોકકુમાર સાહેબ અને અમરેલી પોલીસ અધીક્ષક શ્રી નિર્લીપ્ત રાય સાહેબ નાઓએ પો.સ્ટે. માં પડેલ મુદ્દામાલ નિકાલ કરવાની કાર્યવાહી કરવાની ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એસ.રાણાના માર્ગદર્શન હેઠળ નામ. જ્યુ.ફ.ક.મેજી. સા. બાબરાનાઓ તથા નામ. જ્યુ.ફ.ક.મેજી. સા. લાઠીનાઓને વિદેશી દારૂનો જથ્થો નાશ કરવા માટે રિપોર્ટ કર્યો હતો.

કરતાં નામ. કોર્ટમાંથી વિદેશી દારૂનો જથ્થો નાશ કરવા માટે હુકમ થઇ આવતાં નામ. કોર્ટનાં હુકમ આધારે અગાઉ ઇંગ્લીશ દારૂનાં કબ્જાંનાં કરેલ કેસો પૈકી બાબરા પો.સ્ટે. ના ૧૨ કેસ તેમજ દામનગર પો.સ્ટે.ના ૦૯ કેસ તથા લાઠી પો.સ્ટે. ના ૦૬ કેસ નો પ્રોહી મુદ્દામાલ સબ ડીવીઝનલ મેજી. શ્રી એ.કે.જોષી સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એસ.રાણા સાહેબ તથા નશાબંધી અધીકારી શ્રી ડી.એન.પરમાર સાહેબ તથા પો.ઇન્સ. શ્રી એસ.એન.ગોહિલ સાહેબ બાબરા પોલીસ સ્ટેશન તથા પો.સ.ઇ. શ્રી વી.એલ.પરમાર સાહેબ દામનગર પોલીસ સ્ટેશન તથા પો.સ.ઇ. શ્રી વાય.પી.ગોહીલ સાહેબ લાઠી પોલીસ સ્ટેશન નાઓની હાજરીમાં કુલ કિ.રૂ. ૩૪,૪૭,૫૪૩/ નો વિદેશી દારૂં નાં જથ્થાનો રોલર દ્વારા નાશ કરવામાં આવ્યો.

નાશ કરેલ કુલ મુદ્દામાલની વિગત
(૧) બાબરા પોલીસ સ્ટેશન ની બોટલ નંગ ૧૦૦૫૦ કિ.રૂ.૩૪,૨૧,૬૪૨/-
(૨) દામનગર પોલીસ સ્ટેશન ની બોટલ નંગ ૭૫ કિ.રૂ.૧૯,૨૫૦/-
(૩) લાઠી પોલીસ સ્ટેશન ની બોટલ નંગ ૬૫ કિ.રૂ.૬,૬૫૧/-

આ કામગીરીમાં સબ ડીવીઝનલ મેજી. શ્રી લાઠી ની કચેરીનો સ્ટાફ તથા મામલતદાર કચેરી બાબરાનાઓનો સ્ટાફ તથા નશાબંધી સ્ટાફ તથા બાબરા, દામનગર તથા લાઠી પો.સ્ટે. નાઓનો પોલીસ સ્ટાફ તથા નગરપાલીકા બાબરાનાઓનો સ્ટાફ જોડાયેલા હતાં.

રિપોર્ટ : હિરેન ચૌહાણ (બાબરા)

IMG-20200716-WA0009.jpg

Right Click Disabled!