બાબરા નગરપાલિકા દ્વારા માસ્ક વગર બજારમાં ફરતા લોકો સામે લાલ આખ

બાબરા નગરપાલિકા દ્વારા માસ્ક વગર બજારમાં ફરતા લોકો સામે લાલ આખ
Spread the love
  • બજારોમાં માસ્ક પહેરીયા વગરના લોકો પાસેથી દંડની વસુલાત કરવામાં આવી

જ્યારે સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારી છે ત્યારે ગુજરાત સરકારની સૂચનાને ધ્યાને લઈ બાબરા નગરપાલિકા દ્રારા શહેર મા માસ્ક પહેરીયા વગર ફરતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગઈકાલે ૩૦ જેટલા વ્યક્તિઓ પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો હતો અને માસ્ક વગર બહાર ના નિકળવા માટે સુચના પણ આપેલ હતી. ત્યારે આજરોજ ચેમ્બર ઓફ કોમર્સ અને ઈન્ડસ્ટ્રીઝના સાથ અને સહયોગથી બાબરા નગરપાલિકા દ્રારા શહેરની મુખ્ય બજારો માં માસ્ક પહેરિયા વગર ફરતા લોકો સામે લાલ આખ કરવામાં આવી હતી.

માસ્ક પહેર્યા વગર નિકળેલા લોકો ની પાસે થી દંડ વસુલ કરવા માં આવ્યો હતો. તેમજ શહેરના દુકાનદારોએ સોફ્ટ લાઈસન્સ લેવા માટે ની પણ કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. આ કામગીરી બાબરા નગરપાલિકા ચીફ ઓફીસર શ્રી રઘુવીર સિંહ ઝાલા, બાબરા ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ શ્રી મુન્નાભાઈ મલકાણ, નગરપાલિકા ના ક્લાર્ક સલિમભાઈ ઓઠા, તેમજ પાલિકા ના અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા.

રિપોર્ટ : હિરેન ચૌહાણ (બાબરા)

IMG-20200521-WA0051-0.jpg IMG-20200521-WA0050-1.jpg

Right Click Disabled!