બાયડના લીંબ ગામે હોમ કોરન્ટાઈન કરેલ શખ્શ ગ્રામ પંચાયતમાં પહોંચ્યો

બાયડના લીંબ ગામે હોમ કોરન્ટાઈન કરેલ શખ્શ ગ્રામ પંચાયતમાં પહોંચ્યો
Spread the love
  • આંબલીયારા પોલીસે ગુન્હો નોંધી કાયદાનું ભાન કરાવ્યું

અરવલ્લી : કોરોના વાઇરસ વૈશ્વિક મહામારી જાહેર થઇ ચુકી છે આમ છતાં અમુક નાગરિકો ગંભીરતા દાખવતા નહી હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે વિદેશ,આંતરરાજ્ય કે જિલ્લા કે પછી કોરોનાગ્રસ્ત વિસ્તારમાંથી આવેલા નાગરિકોને ફરજીયાત ૧૪ દિવસ હોમ કવોરન્ટાઇન રહેવાનું હોય છે જોકે, ઘણા વ્યક્તિ તે બાબતે પણ ગંભીરતા દાખવતા નથી.હાલ શહેરો માંથી મોટા પ્રમાણમાં લોકો ગામડામાં પહોંચી ગયા છે અને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા હોવા છતાં બિન્દાસ્ત ગામમાં આંટાફેરા મારતા હોવાની બૂમો ઉઠી છે. અરવલ્લીના બાયડ તાલુકાના લીંબ ગામે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતો વ્યક્તિ વતનમાં આવતા આરોગ્ય તંત્રએ તપાસ કરી હોમકોરન્ટાઇન કરવામાં આવ્યો હતો તેમ છતાં ગામમાં ભંગ કરી ફરતો રહેતો હોવાની સાથે ગ્રામ પંચાયતમાં પહોંચતા આંબલીયારા પોલીસને જાણ કરતા પીએસઆઈ આશિષ પટેલે હોમકોરન્ટાઈનનો ભંગ કરનાર જયંતીભાઈ સવજીભાઈ મકવાણા વિરુદ્ધ  કોરન્ટાઇન ભંગની ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા જયંતીભાઈ સવજીભાઈ મકવાણા કોરોના મહામારીના પગલે ૧૦ એપ્રિલે લીંબ ગામે  પહોંચતા આરોગ્ય વિભાગની ટીમને જાણ થતા તાબડતોડ શખ્શના ઘરે પહોંચી તપાસ કરી ૨૩ એપ્રિલ સુધી હોમ કોરન્ટાઈન અંગે સમજાવી હોમ કોરન્ટાઇ કર્યો હતો ગામના સરપંચ અને તલાટીએ પણ વારંવાર હોમ કોરન્ટાઈનનો ભંગ ન કરવા સમજાવતા છતાં દ્રેષ પૂર્વક કોઈ પણ પ્રકારનું કામ ન હોવાછતાં લીંબ પંચાયતમાં પહોંચતા આ અંગે  આંબલીયારા પોલીસને જાણ કરતા તાત્કાલિ લીંબ ગામે પહોંચી જયંતીભાઈ સવજીભાઈ મકવાણા વિરુદ્ધ કોરન્ટાઇન ભંગની ફરિયાદ નોંધી તેઓ હાલ હોમ કોરન્ટાઇન હોય તે સમયગાળો પૂર્ણ થયા બાદ તેમની પોલીસ ધરપકડ કરી કાર્યવાહી કરશે તેવી માહિતી પ્રાપ્ત થઇ હતી.

Right Click Disabled!