બારડોલીનાં ધામરોડ ખાતે સુરત જિલ્લા કોગ્રેસની કારોબારીની મળેલી બેઠક

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ધામરોડ ખાતે સુરત જિલ્લા કોગ્રેસ સમિતિની કારોબારી સમિતિની એક બેઠક નવ નિયુક્ત જિલ્લા પ્રમુખ અને માંડવી ના ધારાસભ્ય આનંદ ચૌધરી અને માજી કેન્દ્રીય મંત્રી ડો. તુષાર ચૌધરી ની અધ્યક્ષતા માં યોજાઈ છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ સંગઠનને વધુ મજબૂત કરવા સહિતના અનેક એજન્ડાઓ ઉપર ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં સુરત જિલ્લાના માંગરોળ , બારડોલી અને પલસાણા તાલુકામાંથી અંદાજે 30 થી વધુ સરપંચોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.આ બેઠકમાં સુરત જિલ્લાના દરેક તાલુકાના કોગ્રેસના હોદ્દેદારો, જિલ્લા-તાલુકા પંચાયતના ચૂંટાયેલા કોગ્રેસનાં સદસ્યો,સરપંચો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ સુરત)
