બિગબૉસ : ત્રીજી ઓક્ટોબરે શોનુ પ્રામિયર લૉન્ચ કરવામાં આવશે

બિગબૉસ : ત્રીજી ઓક્ટોબરે શોનુ પ્રામિયર લૉન્ચ કરવામાં આવશે
Spread the love

મુંબઈઃ બિગ બૉસના ફેન્સની આતુરતાનો છેવટે અંત આવ્યો છે કારણકે સલમાન ખાન દ્વારા હોસ્ટ કરાતો લોકપ્રિય રિયાલિટી શો બિગ બૉસ સિઝન 14 હવે જલ્દી શરૂ થવાનો છે. થોડા દિવસો પહેલા બિગ બૉસ 14નુ ટીઝર સામે આવ્યુ હતુ જેણે બિગ બૉસ ફેન્સની બેચેની વધારી દીધી પરંતુ બિગ બૉસના ફેન્સને હવે લાંબી રાહ નહિ જોવી પડે કારણકે 3 ઓક્ટોબરે કલર્સ પર શોનુ પ્રામિયર લૉન્ચ કરવામાં આવશે.

બિગ બૉસ સિઝન 14નુ કલર્સ ચેનલ પર 3 ઓક્ટોબરે શરૂ થશે પ્રસારણ તમને જણાવી દઈએ કે કલર્સ ચેનલ પર બૉલિવુડ અભિનેતા સલમાન ખાનના શો બિગ બૉસ 2020 પહેલા સપ્ટેમ્બરમાં લૉન્ચ કરવાનો હતો પરંતુ કોરોના સહિત અન્ય ઘણા કારણોસર આ શો હવે સપ્ટેમ્બરના બદલે ઓક્ટોબરમાં શરૂ થશે. બિગ બૉસ સિઝન 14નુ પ્રસારણ 3 ઓક્ટોબરે કલર્સ પર થશે. ઈન્ડિયન એક્સપ્રેસને બિગ બૉસ સાથે જોડાયેલ એક સૂત્રએ જણાવ્યુ કે નિર્માતા હજુ પણ સિઝન 14 માટે કન્ટેસ્ટન્ટની શોધ કરી રહ્યા છે.

વળી, બિગ બૉસના સેટ પર કામ લગભગ પૂરુ થઈ ચૂક્યુ છે.આ સિઝન વધુ રોમાંચક બનશે ખાસ વાત એ છે કે બિગ બૉસ દર વખતે રવિવારે લૉન્ચ થાય છે પરંતુ આ વખતે આ શો શનિવારે એટલે કે 3 ઓક્ટોબરે જ ઑન એર થશે. આ વખતની સિઝન વધુ રોમાંચક થવાની છે. બિગ બૉસ સિઝન 13એ ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. સૂત્રો અનુસાર આ વખતે પણ આવુ કરવા માટે શો પર પ્રેશર છે.

અમુક સેલિબ્રિટી ફાઈનલ છે જ્યારે અન્ય સાથે વાતચીત ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ વર્ષે શોમાં અમુક કૉમન મેનની પણ એન્ટ્રી થશે જેમની પસંદગી ડિજિટલ ઑડિશન દ્વારા થશે. 3 કૉમનર્સ અને 13 સેલિબ્રિટી શોમાં ભાગ લેશે ઘણા ટીવી સ્ટાર્સના નામ સામે આવ્યા છે જેમાંથી જેસ્મીન ભસીન, નૈના સિંહ, નિયા શર્મા, પવિત્ર પુનિયા, આકાંક્ષા પુરી અને આમિર અલીના નામોને કન્ફર્મ માનવામાં આવી રહ્યા છે.

બિગ બૉસના શોમાં દેખાશે કોરોના ઈફેક્ટકોરોના મહામારીના કારણે આ વખતે બિગ બૉસના શોમાં દર્શકોને ઘણા ફેરફાર જોવા મળશે. બિગ બૉસ 14માં લૉકડાઉન સાથે સાથે સોશિયલ ડિસ્ટંસીંગની પણ અસર દેખાશે આ સિઝનમાં લૉકડાઉન એક મુખ્ય આકર્ષણ હશે રિપોર્ટ અનુસાર શોની ગઈ બધી સિઝનમાં કન્ટેસ્ટન્ટને બહારની દુનિયા સાથે વાતચીત કરવાની મંજૂરી નહોતી પરંતુ આ વખતે આ બહુ જ અલગ થવાનુ છે. બિગ બૉસમાં એન્ટર થયા બાદ દરેક સ્પર્ધકોને થોડા દિવસો માટે ક્વૉરંટાઈન થવુ પડશે.

11-1599297052.jpg

Right Click Disabled!