બેચરાજીના એદલા ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં કૌભાંડની આશંકા

બેચરાજીના એદલા ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં કૌભાંડની આશંકા
Spread the love
  • ગામલોકોએ કલેક્ટર શ્રી તથા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું

બેચરાજી માં આવેલ એદલા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા સરકાર શ્રી તરફથી મળતી યોજનાઓના કામોમાં વિકાસના કમ્મોમાં કૌભાંડ બાબતે એદલા ગામના લોકોએ બેચરાજીમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી ને આવેદનપત્ર આપ્યું હતું તેમાં જણાવ્યું હતું કે અમારા ગામમાં સરકાર શ્રી તરફથી વિકાસના કામમાં સહાય ચૂકવવામાં આવે છે મનરેગા યોજના હેઠળ મળેલ ૧૫,૦૦,૦૦૦ અંદાજે ૧૫ લાખ પુરાની સહાય મળેલ હતી તેમાં સરપંચ ,તલાટી,સભ્યોએ એક રૂપિયાનું પણ કામ કરેલ નથી.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરપંચ દ્વારા પોતાના ઓળખીતા ને ૧૫ જેટલા મકાન પાસ કરાવી લાગવગ કરી હતી અને ગ્રામ પંચાયતની જગ્યામાં ઇટ નો ભઠો બનાવેલ છે જેમાં ૪,૦૦,૦૦૦ ( ૪ લાખ ) નો કરાર કરેલ હતો જેમાં સરપંચ અને સભ્ય બન્ને ૪૦૦૦ જેટલી ઇટો પોતાના ઘરે લઈ ગયેલ છે અને ગ્રામ પંચાયત માટે ઉપયોગમાં પણ લીધેલ નથી તેવું આવેદનપત્રમાં જણાવેલ હતું અને તે કલેક્ટર શ્રી તથા તાલુકા વિકાસ અધિકારી શ્રી ને સુપરત કરવામાં આવ્યું હતું

IMG-20200708-WA0007.jpg

Right Click Disabled!