બેરોજગારો પાસેથી નોકરીના બહાને કરોડોની ગાપચી કરનાર ગેંગ ઝડપાઈ

વડોદરાઃ કોરોના વાયરસે બેરોજગારી દર વધારી દીધો છે તેમાં કોઈ શંકા નથી, લોકો બે ટકનું ભોજન શોધવા ફાફાં મારતા હોય છે તેવામાં નોકરી આપવાની લાલચ આપી કરોડો રૂપિયા પડાવતી ગેંગ શહેરમાં સક્રિય હતી. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ રેલવે રિક્રૂટમેન્ટ રેકેટનો પરદાફાશ કર્યો છે અને આ રેકેટ ચલાવતા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આરોપીઓ રેલવે કોર્ટમાં નોકરી આપવાનું વચન આપી બેરોજગારો પાસેથી રૂપિયા પડાવતા હતાપોલીસે જણાવ્યું કે આ ગેંગે સુરત, વડોદરા અને વલસાડના 50 લોકો પાસેથી 1 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. છેલ્લા 14 મહિનામાં આ ગેંગ બીજી વખત પકડાઈ છે.પોલીસ મુજબ બેરોજગારોને આરોપીઓ ટાર્ગેટ કરતા હતા અને તેમને નોકરી આપવાની લાલચ આપી તેમની પાસેથી રૂપિયા પડાવી લેતા હતા.
આ ગેંગ બેરોજગારોનો સામેથી સંપર્ક કરી તેમને રેલવેમાં વિવિધ પોસ્ટ પર ભરતી આવી હોય નોકરી અપાવી આપવાની લાલચ આપી તેમના ખીસ્સા ખંખેરતા હતામાસ્ટરમાઈન્ડ તુષાર પુરોહિતની આગેવાનીમાં કૌશલ પારેખ અને દિલિપ સોલંકીની આ ગેંગને પોલીસે ઝડપી પાડી છે. આ ગેંગ એપ્લિકેશન ફોર્મ ડોક્યુમેન્ટ તૈયાર કરવા ઈન્ટર્વ્યૂ ગોઠવી આપવા અને બાદમાં ઉમેદવારને પરીક્ષામા પાસ કરાવી દેવાના બહાને રૂપિયા ચાર્જ કરતા હતા.
એસીપી એ.વી. રાજગોરે જણાવ્યું કે આ આરોપીઓ દરેક ઉમેદવારો દીઠ 4-5 લાખ રૂપિયા ચાર્જ કરતા હતાઆ ગેંગ દ્વારા જ ઉમેદવારોની પરીક્ષા લેવામા આવતી હતી તેમના ઈન્ટર્વ્યૂ પણ લેવામા આવતા હતા અને રેલવેના રબર સ્ટેમ્પ વાળો અપોઈન્ટમેન્ટ લેટર પણ તૈયાર કરી આપતો હતો પોલીસે જણાવ્યું કે તુષાર પુરોહિતે પહેલાં રેલવેમાં કામ કર્યું હોય અથવા તો રેલવેમાં કોઈ જોડે કનેક્શન હોય શકે છે જેની તપાસ થઈ રહી છે પોલીસે રેલવે મંત્રાલયના લોગો વાળા લેટર પેડ રબર સ્ટેમ્પ ઓળખ પત્રો સર્ટિફિકેટ અને લેપટોપ સહિતની સામગ્રી જપ્ત કરી લીધી છે.
