બોગસ બીલીંગ કૌભાંડ આરોપીઓના જામીનની સુનાવણી પુરી

સુરત,થી એકાદ મહીના પહેલા સ્ટેટ જીએસટી વિભાગે 14 કરોડના બોગસ બીલીંગ કૌભાંડમાં જેલભેગા કરેલા આરોપી યોગેશ ચલથાણવાલા તથા મનીષ શાહના જામીન ની સુનાવણી પુરી થતા કોર્ટે ચુકાદો આગામી તા.7મી સપ્ટેમ્બર સુધી મુલત્વી રાખ્યો છે.સ્ટેટ જીએસટી વિભાગની ટીમે બાતમીના આધારે ગયા ઓગષ્ટ મહીનામાં 6 બોગસ પેઢીઓના નામે 14કરોડના બોગસ બીલીંગ કૌભાંડ આચરવાના ગુનાનો પર્દાફાશ કર્યો હતો.આ બોગસ બીલીંગ કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય સુત્રધાર યોગેશ ચલથાણવાલા ગુંદીશેરી તથા મનીષ શાહ અડાજણ પાટીયાની જીએસટી એક્ટના ભંગ બદલ ધરપકડ કરી જેલભેગા કરવામાં આવ્યા હતા.
આરોપીઆ એ એકબીજાના મેળા પિપણામાં પોતાના સીએ લલિત શર્માના નામે પણ બે બોગસ પેઢીઓ ઉભી કરીને કુલ 14 કરોડના કાગળ પર ખરીદ વેચાણના વ્યવહારો ઉભા કરીને ઈમ્પૂટ ટેક્ષ ક્રેડીટ ક્લેઈમ કરી હતીહાલમાં જેલવાસ ભોગવતા બંને આરોપીઓએ કેતન રેશમવાલા મારફતે વિલંબિત ટ્રાયલ તથા તપાસ પુરી થઈ હોઈ જામીન માટે માંગ કરી હતી.
જેના વિરોધમાં સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જીએસટી વિભાગ તરફે એફીડેવિટ રજુ કરી હતી સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપીઓએ મોટા પાયા પર કાગળ પર બોગસ પેઢીઓ ઉભી કરી માલની સપ્લાય કર્યા વિના ખરદ વેચાણના વ્યવહારો દર્શાવી કરોડો રૃપિયાની ક્રેડીટ ઉસેટી છે આરોપીઓ વિરુધ્ધ તપાસ ચાલુ હોઈ જામીન આપવાથી તપાસ તથા સમાજ પર વિપરિત અસર પડવા સાથે આવા આર્થિક ગુનાખોરીનો પ્રોત્સાહન મળે તેમ છે.જેથી બંને પક્ષોની સુનાવણી બાદ કોર્ટે આરોપીઓના જામીનનો ચુકાદો મોકુફ રાખ્યો છે.
