ભજન ગાયિકા અનુરાધા પૌડવાલના દીકરાનું 35 વર્ષની ઉંમરે નિધન

ભજન ગાયિકા અનુરાધા પૌડવાલના દીકરાનું 35 વર્ષની ઉંમરે નિધન
Spread the love

વર્ષ 2020 અત્યાર સુધીમાં ઘણાં દુઃખદ સમાચાર આપી ચૂક્યું છે. કોરોના વાયરસ અને અન્ય કારણોને લીધે થઇ રહેલી મોતોથી લોકો પરેશાન છે. આ દરમિયાન સિનેમા જગતના ઘણાં લોકપ્રિય કલાકારો આ વર્ષે દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે. હવે ફરી એક ગમગીન સમાચાર સામે આવ્યા છે. ભજન ગાયિકા અનુરાધા પૌડવાલના દીકરા આદિત્ય પૌડવાલનું 35 વર્ષની ઉંમરે નિધન થયું છે. જાણકારી અનુસાર, આદિત્ય પૌડવાલ પાછલા ઘણાં સમયથી કિડનીની પરેશાનીને લઇ ઝઝૂમી રહ્યા હતા અને હોસ્પિટલમાં દાખલ હતા. કિડની ફેલ થવાને કારણે આદિત્યનું આજે સવારે નિધન થયું છે. આદિત્યના નિધનથી પૌડવાલ પરિવારમાં દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે.

આદિત્ય પૌડવાલના નિધનની ખબર સામે આવ્યા પછી સોશિયલ મીડિયા પર લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આદિત્ય પૌડવાલ પણ તેમની માતાની જેમ ભજન અને ભક્તિના ગીતો ગાતા હતા. આ ઉપરાંત તેઓ મ્યુઝિક પણ કંપોઝ કરતા હતા. આ વર્ષની શરૂઆતમાં તેમણે કહ્યું હતું કે તેઓ ભક્તિ સંગીત પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમનું નામ ભારતમાં સૌથી નાની ઉંમરના સંગીત નિર્દેશક તરીકે લિમકા બુક ઓફ રેકોર્ડ્સમાં સામેલ છે.

તમને જણાવી દઇએ કે, અનુરાધા પૌડવાલના લગ્ન અરુણ પૌડવાલ સાથે થયા હતા. જેઓ પ્રસિદ્ધ સંગીતકાર એસડી બર્મનના સહાયક હતા. અરુણ પૌડવાલ પોતે પણ એક સંગીતકાર હતા. 90ના દશકામાં અનુરાધા પૌડવાલ તેમના કરિયરના શિખરે હતા. તે જ સમયે તેમના પતિ અરુણ પૌડવાલનું એક દુર્ઘટનામાં મોત થયું હતું. હવે તેમનો દીકરો પણ સાથ છોડી ચાલ્યો ગયો છે. હવે પૌડવાલ પરિવારમાં સિંગર અનુરાધાની માત્ર એક દીકરી જ છે. જેનું નામ કવિતા પૌડવાલ છે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે મનોરંજન જગતમાંથી ઘણાં પ્રસિદ્ધ કલાકારો દુનિયાને અલવિદા કરી ચૂક્યા છે. ઈરફાન ખાન, રીશિ કપૂર, સુશાંત સિંહ રાજપૂત, સરોજ ખાન, વાજિદ ખાન સહિત અન્ય ઘણાં ટેલિવિઝન જગતના કલાકારો પણ દુનિયાને છોડી ચાલ્યા ગયા છે.

Screenshot_20200912_130245-1.jpg Screenshot_20200912_130309-0.jpg

Right Click Disabled!