ભરૂચમાં અંબિકા જ્વેલર્સ નામની દુકાનમાં લૂંટના ઇરાદે ફાયરિંગ

ભરૂચમાં અંબિકા જ્વેલર્સ નામની દુકાનમાં લૂંટના ઇરાદે ફાયરિંગ
Spread the love

અંબિકા જ્વેલર્સના માલિકે પ્રતિકાર કરતા એક લૂંટારૂએ ફાયરિંગ કરતા માલિકને પેગના ભાગે ગોળી વાગી હતીલૂંટની તપાસ ચાલુ, પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરીપોલીસે ભરૂચમાં નાકાબંધી કરીને લૂંટારૂઓની શોધખોળ હાથ ધરીએક લૂંટારૂની પિસ્તોલ જ્વેલર્સ માલિકના હાથમાં આવી જતા લૂંટારૂએ ભાગવુ પડ્યું. પાંચબત્તી વિસ્તારમાં અંબિકા જ્વેલર્સ નામની દુકાનમાં લૂંટના ઇરાદે 2 લૂંટારા ઘૂસ્યા હતા. જો કે અંબિકા જ્વેલર્સના માલિકે લૂંટારૂની પિસ્તોલથી જ પ્રતિકાર કરતા લૂંટારૂઓને ભાગવું ભારે પડ્યું હતું.

અંબિકા જ્વેલર્સના માલિકની સાથે બાજુમાં આવેલી કલ્યાણ જ્વેલર્સના માલિકે મળીને પ્રતિકાર કરતા બહાર ઉભેલા બે લૂંટારૂ સહિત ચારેય લૂંટારૂ ભાગી છૂટ્યા હતા. જેમાં કલ્યાણ જ્વેલર્સના માલિક અને અંબિકા જ્વેલર્સના માલિક ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં અંબિકા જ્વેલર્સના માલિક નિખિલ મનહરભાઇ સોનીને પેટમાં ગોળી વાગી હતી. બંનેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ એસઓજી, એલસીબીની ટીમો સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને ભરૂચ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 2 દિવસ પહેલા રેકી કરીને લૂંટારૂઓએ લૂંટનો પ્લાન ઘડ્યો 4 લૂંટારૂઓએ 2 દિવસ પહેલા અંબિકા જ્વેલર્સની દુકાન બહાર રેકી કરી હોવાનું જાણવા મળ્યું છે અને લૂંટનો પ્લાન ઘટ્યો હોવાનું બહાર આવ્યું છે.

orig_moblynching_1599259310.jpg

Right Click Disabled!