ભરૂચમા ભર ટ્રાફિકમાં ફાયરિંગ કરી, સોનીની દુકાનમાં લૂંટની ઘટના

ભરૂચમા ભર ટ્રાફિકમાં ફાયરિંગ કરી,સોનીની દુકાનમાં લૂંટની ઘટના બનવા પામી છે.ફાયરિંગમાં દુકાનના માલિકને અને અન્યને ગંભીર ઇજા પહોંચી છે.જો કે લૂંટની ઘટનાને અંજામ આપી બે અજાણ્યા ઈસમો ફરાર થઈ જવામાં સફળ રહ્યા છે.બનાવની જાણ પોલીસને કરવામાં આવતા,પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જો કે CCTV માં સમગ્ર લૂંટની ઘટનાં કેદ થઈ છે. જેથી પોલીસે CCTVનાં કુટેજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)
