ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ કોરોના પોઝિટિવ હોવા અંગે ભારે અસમંજસ

ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ કોરોના પોઝિટિવ હોવા અંગે ભારે અસમંજસ
Spread the love
  • સી.આર પાટીલ કોરોનામાં સપડાયા હોવા અંગે રાજકીય વર્તુળોમાં ઉથલપાથલ
  • સી.આર પાટીલને અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયાના અહેવાલ વહેતા થયા હતાં

ગાંધીનગર : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ (C R Patil Latest News) કોરોનામાં સપડાયા હોવા અંગે રાજકીય વર્તુળોમાં મંગળવારે ભારે ઉથલપાથલ જોવા મળી. જેના કારણે સાંજ સુધી તેઓ પોઝિટિવ છે કે નહીં તેમાં ભારે અસમંજસની અને નેતાઓમાં ફફડાટની સ્થિતિ સર્જાઇ હતી. મીડિયામાં સાંજે 4.15ની આસપાસ સીઆર પાટીલ કોરોના પોઝિટિવ (C R Patil Latest News)આવતા અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયાના અહેવાલ વહેતા થયા હતા. જો કે થોડી વારમાં જ પાટીલે જાતે ટ્વીટ કરી લખ્યું હતું કે તેઓ સ્વસ્થ છે. તેમનો એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવ્યો છે, જ્યારે RT-PCR રિપોર્ટ આવવાનો બાકી છે. દરમિયાનમાં તેમના પુત્ર જીજ્ઞેશ પાટીલે ટ્વીટ કરી હતી. તેમના પિતાને કોરોના પોઝિટિવ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેથી તેમના માટે પ્રાર્થન કરજો. પરંતુ થોડી વારમાં જ આ ટ્વીટ હટાવી લેવાઇ હતી.

આ સમગ્ર ઘટનાક્રમને પગલે રાજકીય વર્તુળોમાં અનેક અટકળો થવા લાગી હતી. એવા સવાલ થયા હતા કે જો પાટીલ સ્વસ્થ (C R Patil Latest News) છે તો અપોલોમાં દાખલ કેમ થયા અને હોસ્પિટલ તરફથી બુલેટિન કેમ ન આવ્યું? એવો ગણગણાટ હતો કે પ્રદેશ ભાજપ પ્રમુખ ધડાધડ રેલીઓ કરી રહ્યા છે. જ્યાં સભાઓ કરી ત્યાં પણ ઘણા પોઝિટિવ થયાના રિપોર્ટ પણ આવતા પાટિલ માટે પણ જોખમ તો હતું જ. કોરોના મહામારીમાં પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો પ્રવાસ ખેડતા તેઓએ સામેથી કોરોનાને નોતરૂં આપ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ સાથે અત્યાર સુધીમાં સી.આર પાટીલની રેલીમાં ગયેલા મોટા ભાગના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ પણ કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે.

આ ઉપરાંત ભાજપનાં પ્રવકતા ભરત પંડયા, ભાજપના કાર્યાલય મંત્રી પરેશ પટેલ, પ્રદેશ મહિલા મોરચાના કાર્યાલય મંત્રી મોનાબેન રાવલ અને અમદાવાદ ( પૂર્વ ) ના સાંસદ હસમુખ પટેલને પણ કોરોના થયો છે. અત્રે નોંધનીય છે કે ગાંધીનગર કોબા સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં બેસતા ભાજપના કાર્યાલય મંત્રી પરેશ પટેલ, પ્રદેશ મહિલા મોરચાના કાર્યાલય મંત્રી મોનાબેન રાવલ તેમજ ટેલીફોન ઓપરેટર રાકેશ પંડયા સહિત બે સફાઇ કર્મીને લાવનારા ડ્રાઇવર ઉપરાંત બે સફાઇ કર્મીઓને મળીને કુલ છ જણાંને કોરોના પોઝીટીવ આવ્યા હોવાની હકીકત પ્રકાશમાં આવી છે.

પાટીલનો પોઝિટિવ મામલે ઘટનાક્રમ …

  • 4:15 વાગે સાંજે સીઆર પાટીલને કોરોનાને પગલે એપોલોમાં દાખલ કર્યાની ચર્ચા
  • 5:15 વાગ્યે પાટીલ ટ્વિટ કરીને પોતે સ્વસ્થ હોવાંની જાણકારી આપી.
  • 5:52 વાગે જિજ્ઞેશની ટ્વીટ હટાવી લેવાઇ
  • 5:48 વાગે પાટીલના પુત્ર જિજ્ઞેશની પિતા પોઝિટિવ હોવાની ટ્વીટ.

કાર્યાલયમાં ગુજરાતના ખૂણે ખૂણેથી કાર્યકરો આવતાં હોય છે. તેમાંય વળી છેલ્લાં બે સપ્તાહથી દર સોમવારે અને મંગળવારે કાર્યકરોને પોતાના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરવા માટે ગુજરાતના મંત્રીઓને બોલાવવાનું આયોજન કરાયું હોવાથી કાર્યકરો મોટી સંખ્યામાં ત્યાં આવતાં હતા. બીજી તરફ ગુજરાતની 8 બેઠકોની પેટા ચૂંટણી ઉપરાંત મહાનગરપાલિકાઓની ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં હોવાથી પણ ભાજપ કાર્યાલય સતત મીટીંગોથી ધમધમી રહ્યું છે. ભાજપ કાર્યાલયનાં છ જણાંને કોરોના પોઝીટીવ આવ્યાં હતાં. ત્યાં વળી ગઇ રાત્રે ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયા પણ કોરોના પોઝીટીવ આવ્યાં હતાં.

તેઓ કાર્યાલય કચેરીમાં અવાર નવાર જતાં હોય છે. તેમાંય વળી તાજેતરમાં જ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે ઉત્તર ગુજરાતનાં પ્રવાસે હતાં. ત્યાં સોશિયલ ડિસ્ટન્સીંગનો અભાવ હતો. જેથી સંક્રમિત થયા હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત અમદાવાદ ( પૂર્વ ) નાં સાંસદ હસમુખ પટેલ તથા તેમના પત્નીને પણ કોરોના પોઝીટીવ આવ્યા છે. હસમુખભાઇ સોમવારે કોરોના વિજય રથ પ્રસ્થાન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનાં ડઝનથી વધુ કોર્પોરેટરો ઉપરાંત બે ધારાસભ્યોને કોરોના પોઝીટીવ આવ્યાં હતાં. આમ, એક પછી એક રાજકારણીઓ કોરોનાના સકંજામાં સપડાતા જાય છે.

CR-Patil2.jpg

Right Click Disabled!