ભાટિયામાં જન્માષ્ટમીની ખરીદી માટે ભીડ જોવા મળી

ભાટિયામાં જન્માષ્ટમીની ખરીદી માટે ભીડ જોવા મળી
Spread the love
  • દુકાનો પર ગ્રાહકોની થતી ભીડ, સોશિયલ ડિસ્ટન્સિંગ નામનું પણ ન રહ્યું !

કલ્યાણપુર તાલુકાના મુખ્ય મથક ભાટિયા સાથે આસપાસના ૪૦ જેટલા ગામનો વેપાર જોડાયેલો છે. આગામી જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે ભાટિયામાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા છે. કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું ફરજિયાત છે. જેના માટે તંત્ર પણ કાયદાનું લોકોને ભાન કરાવી રહ્યું છે. ત્યારે ભાટિયામાં સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલી લોકો ખરીદી માટે ઉમટી રહ્યા છે. ત્યારે આ ભીડ કોરોના માટે ઘાતક પણ સાબિત થઇ શકે છે. ભાટિયાની બજારમાં સામાજિક અંતરના ધજાગરા ઉડતા દેખાઇ રહ્યા છે. ભાટિયા શહેરની મુખ્ય બજારમાં એક તરફ ટ્રાફિક તો બીજી તરફ માસ્ક વિના લોકો નજરે પડી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે આખરે કોરોના સામે જંગ આમ જીતી શકીશું ખરા ? જાહેરનામાનો અમલીકરણમાં તંત્ર ગાઢ નિંદ્રામાં દેખાઈ રહ્યું છે.

ગ્રામીણ વિસ્તારના લોકોમાં હજુ પણ કોરોનાના કહેરથી જાણે અજાણ હોય તેવા દ્રશ્યો ભાટિયાની બજારમાં જોવા મળી રહ્યા છે. એક તરફ દ્વારકા જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે બીજી તરફ જાહેરનામા અને નિયમોના ધજાગરા ઊડી રહ્યા છે. તંત્ર આરામમાં હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સતત કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે લોકો પણ બેજવાબદાર બની ફરી રહ્યા છે. ભાટિયા શહેરમાં ૪૦ ગામોનો વેપાર જોડાયેલા છે. સામાજિક અંતરના ધજાગરા ઉડતા તંત્રની પણ બેદરકારી સામે આવી છે. માસ્ક વિના ફરતા લોકો વિરુદ્ધ દંડ માત્ર ટાર્ગેટ પૂરો કરવા માટે કરવામાં આવી રહ્યો હોય અને ગરીબ પરિવારના લોકો ભોગ બની રહ્યા છે ત્યારે હાલ જાહેરનામા અને કડક અમલીકરણની વાતો માત્ર કાગળો પર દેખાઈ રહી છે. ભાટિયામાં આ દ્રશ્ય જોઈને એટલું ચોક્કસ કહી શકી શકાય કે તંત્ર ગાઢ નિંદ્રામાં છે અને લોકો પણ આ મામલે બેજવાબદાર છે.

– રોહિત મેરાણી (જામનગર)

20200804_140839.jpg

Right Click Disabled!