ભાટિયામાં ઠેર-ઠેર કાદવ-કીચડ સામ્રાજ્ય, રાહદારીઓ ત્રસ્ત

ભાટિયામાં ઠેર-ઠેર કાદવ-કીચડ સામ્રાજ્ય, રાહદારીઓ ત્રસ્ત
Spread the love
  • મુખ્ય રસ્તા પરથી ચાલવું પણ મુશ્કેલ, પંચાયત તંત્ર નિષ્ક્રિય

કલ્યાણપુર મુખ્ય મથક ભાટીયામાં વરસાદ બાદ પણ ઠેર ઠેર મુખ્ય બજારોમાં કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. કાદવ-કિચડ લીધે રાહદારીઓને પસાર થવામાં ભારે હાલાકી પડી રહે છે. ગંદકીના લીધે રહેવાસીઓમાં રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ સેવાઇ રહી છે. નિંભર પંચાયતી તંત્ર દ્વારા કાદવ-કિચડ પર માટી પહેરવામાં પણ નિષ્ક્રિયતા જોવા મળી રહી છે. કલ્યાણપુર તાલુકાના મુખ્ય મથક ભાટિયા ૨૫ હજારની વસ્તી ધરાવતું નાનું શહેર છે. ભાટિયા સાથે ૪૦ ગામોનો વેપાર જોડાયેલો છે. હાલ વરસાદી સિઝન છે ત્યારે રસ્તા ધોવાઈ ગયા છે. ગામની મુખ્ય બજારમાં ચારે તરફ ગંદકીના થર જોવા મળી રહ્યાં છે.

ભાટિયાની મુખ્ય બજારમાં કાદવ કિચડ થર આમ તો બારે માસ જોવા મળતા હોય છે ત્યારે હાલમાં એક કોરોના પોઝિટિવ કેસ પણ ભાટિયામાં નોંધાઇ ચૂક્યો છે. ચો-તરફ ગંદકીના કારણે રોગચાળો કરે તેવી સંભાવના નકારી શકાતી નથી. મુખ્ય બજારોમાં કાદવ કીચડવાળી બજારમાં રાહદારીઓને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે. વેપારીઓ પણ આ ગંદકીથી ત્રાસી ગયા છે ચારે તરફ ગંદકી યુક્ત બજારોના કારણે રોગચાળો કરે તેવા દ્રશ્યો ભાટિયાની બજારમાં જોવા મળી રહ્યા છે. હાલ કોરોનાએ કહેર વર્તાવ્યો છે ત્યારે બીજી બાજુ ચારે તરફ ગંદકી પથરાયેલી જોવા મળી રહી છે. આ ગંદકીના કારણે વધુ રોગચાળો કરે તે પહેલાં આવી બજારમાં પંચાયત દ્વારા સફાઈ હાથ ધરવામાં આવે તે જરૂરી છે.

– રોહિત મેરાણી (જામનગર)

20200804_140925.jpg

Right Click Disabled!