ભાયાવદરના ખીરસરાની સીમમાંથી ધોડીપાસાનું જુગારધામ ઝડપાયું

ભાયાવદરના ખીરસરાની સીમમાંથી ધોડીપાસાનું જુગારધામ ઝડપાયું
Spread the love
  • ઉપલેટા ખીરસરાની સીમમાંથી ધોડીપાસાનો જુગાર સાથે રૂ.૪.૮૩ લાખનો મુદામાલ કબજે ઉપલેટાની, કાલાવડ, રાજકોટ, વિરનગરના ૯ જુગારીઓ ઝડપાયા ૬ ની શોધખોળ

ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તાના ખીરસરા ગામની સીમમાં ધોડીપાસાના જુગારીઓને જુગાર રમતા કુલ મુદામાલ રૂ,૪.૮૩.૧૦૦ સાથે રાજકોટ રૂરલ લોકલ બ્રાન્ચે ઝડપી લીધા હતા રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચના કરતા પોલીસ ઈન્સ એમ.એન.રાણાની રાહબરી હેઠળ પોલીસ હેડ કોન્સ, મહિપાલસિહ જાડેજા, જયેન્દ્રસિહ વાધેલા, અનિલભાઈ ગુજરાતીનાઓને મળેલ હકિકત આધારે ઈનુશભાઈ મોતીભાઈ નોઈડા રહે. ખીરસરા ગામ તા.ઉપલેટા જી.રાજકોટ વાળાની ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલ ઉપલેટા તાલુકાના ખીરસરા ગામની સીમમાં આવેલ વાડી પાસે મરધા ઉછેર કેન્દ્ર માટે બનાવેલ ઢાળિયામા ધોડીપાસાનો જુગાર રમતા ઈસમોને કુલ મુદામાલ રૂ,૦૪.૮૩.૧૦૦ના મુદામાલ સાથે પકડી પાડેલ.

પકડાયેલ આરોપીઓમા ઈનુશભાઈ મોતીભાઈ નોઈડા,વિરેન્દ્રસિંહ જાડેજા, રાજેશભાઈ મકવાણા, રાજેશભાઈ ગડારા, છત્રપાલસિહ જાડેજા, અશોક વિધાણી, રમેશ ગોસાઈ, પરેશ હીરપરા,સુરેશ ભાયાણીને ઝડપી લીધા હતા પકડવાના બાકી આરોપીઓમાં અલીમામદ ગોગડા, તનવીરભાઈ શીશાગિયા, વિરાભાઈ રબારી, ઈમ્તિયાઝ ઉફે હિતો,પરીક્ષિતસિહ જાડેજા,રસુલને ઝડપી લેવા તાજવીજ હાથ ધરી છે. કબજે કરેલ મુદામાલમાં રોકડા રૂ.૨,૮૦,૪૦૦ ધોડીપાસા નંગ ૨, મોબાઇલ ફોન રૂ,૪૨,૦૦૦ ત્રણ વાહનો રૂ,૧.૬.૦૦૦૦ ગાદલા તથા પાથરણુ રૂ,૭૦૦ કુલ રૂ,૪.૮૩.૧૦૦નો મુદામાલ જપ્ત કયો હતો. કામગીરી કરનાર ટીમ આ દરોડામાં રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસ ઈન્સ એમ.એન.રાણા, પોલીસ હેડ કોન્સ મહિપાલસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, જયેન્દ્રસિહ વાધેલા,રવિદેવભાઈ બારડ,શકિતસિહ જાડેજા તથા પોલીસ કોન્સ,નિલેશભાઈ ડાગર,મયુરસિહ જાડેજા, દિવ્યેશભાઈ સુવા, કૌશિકભાઈ જોષી, જયપાલસિહ ઝાલા દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટ:-વિપુલ ધામેચા ઉપલેટા

IMG-20200321-WA0035.jpg

Right Click Disabled!