ભારતના આ પવિત્રધામમાં માથું ટેકવાથી બદલાઈ ગયું ઝુકરબર્ગ અને સ્ટીવ જોબ્સનું જીવન

ભારતના આ પવિત્રધામમાં માથું ટેકવાથી બદલાઈ ગયું ઝુકરબર્ગ અને સ્ટીવ જોબ્સનું જીવન
Spread the love
  • સ્ટીવ જોબ્સને એપલના લોગોનો વિચાર અહીથી આવ્યો હોવાની ચર્ચા
  • જુલિયા રોબર્ટ નામક અભિનેત્રીએ બાબાથી પ્રભાવિત થઇ અપનાવી લીધો હિંદુ ધર્મ
  • ઝુકરબર્ગને ફેસબુક વેચી દેવાનો વિચાર આવ્યો ત્યારે તે આ બાબાના ધામમાં પહોંચ્યા

ઉત્તરાખંડનાં કેંચીધામવાળા સંત મહાત્મા નીમ કરૌરી મહારાજની આજે પુણ્યતિથિ છે. આ બાબાના ચમત્કાર અને તેનાથી જોડાયેલી દંતકથાઓ અપાર છે. આ બાબાના ભક્તોમાં એપ્પલના સંસ્થાપક સ્ટીવ જોબ્સ, ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગ, હોલીવૂડ અભિનેત્રી જૂલિયા રોબર્ટ્સ પણ સામેલ છે.

અહી આવતા ભકતોનું માનવું છે કે સાચા દિલથી અહી માથું નમાવી દેવામાં આવે તો બધા બગડેલા કામ બની જાય છે. 15 જૂને બાબાની જયંતી પર આયોજિત મહોત્સવમાં વિશેષ પ્રસાદ લેવા માટે દેશ અને દુનિયાથી હજારો ભકતો પહોંચી જાય છે. અને પુણ્યતિથી પર પણ આશિર્વાદ લેવા માનવ મહેરામણ ઉમટી પડે છે. જોકે આ વર્ષે કોરોના વાયરસના કારણે શ્રદ્ધાળુઓ આવ્યા નથી.

સ્ટીવ જોબ્સને મળી આધ્યાત્મિક શાંતિ

એપ્પલ કંપનીના સંસ્થાપક સ્ટીવ જોબ્સને ગુરુની તલાશ હતી અને તે આધ્યાત્મિક યાત્રા પર જવા માંગતા હતા. સ્ટીવ ભારત આવ્યા ત્યારે પહેલાં હરિદ્વાર પહોંચ્યા. અહિયાં થોડા દિવસ રહ્યા બાદ તેઓ કેંચીધામ આવી ગયા. જોકે સ્ટીવ નીમ કરૌરી બાબાના આશ્રમ આવ્યા ત્યારે તેમને જાણ થઇ કે બાબાએ સમાધી લઇ લીધી છે. કહેવામાં આવે છે કે તેમને એપ્પલના લોગોનો વિચાર અહિયાંથી જ આવ્યો.

ફેસબુક વેચી નાખવાના વિચારમાં હતા માર્ક અને…

વર્ષ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેસબુકની ઓફીસમાં હતા ત્યારે ઝુકરબર્ગ પોતાની ભારત યાત્રા વિશે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું તે આશંકામાં હતા કે ફેસબુકને વેચી દેવી જોઈએ કે નહીં ત્યારે એપલના સ્ટીવ જોબ્સે તેમને ભારતના એક મંદિરમાં જવાનું કહ્યું. ઝુકરબર્ગે કહ્યું તેઓ એક મહિનો ભારતમાં જ રહ્યા છે અને આ મંદિરમાં આવ્યા. તે સમયે તે ખૂબ નિરાશ હતા અને અહિયાં બે દિવસ રોકાયા. તેમણે ફેસબુકને વેચી દેવાનું મન બનાવી લીધું છે. ઝુકરબર્ગનું માનવું છે કે ભારતમાં મળેલી આધ્યાત્મિક શાંતિ બાદ તેમને ઉર્જા મળી.

બાબાથી પ્રભાવિત થઈને અભિનેત્રી અપનાવી લીધો હિંદુ ધર્મ

પોતાની ફિલ્મ ઈટ,પ્રે, લવની શૂટિંગ માટે ભારત આવેલ જૂલિયા રોબર્ટે 2009માં હિંદુ ધર્મ આપવાની લીધો. ઓસ્કર વિજેતા હોલિવૂડની આ અભિનેત્રીએ કહ્યું હતું કે તે નીમ કરૌરી બાબાને જોઇને પ્રભાવિત થઇ ગઈ અને હિંદુ ધર્મ અપનાવી લેવાનો નિર્ણય કર્યો. જૂલિયા તે દિવસમાં હિંદુ ધર્મનું પાલન કરી રહી હતી. જૂલિયા ભારતમાં જ રહેવા માંગતી હતી અને હિન્દી શીખવા માગતી હતી.

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના લક્ષ્મી નારાયણ શર્મા ઉત્તર પ્રદેશના એક ગામ નીમ કરૌલી ગામમાં તપ કરીને બાબા બની ગયા. તેમની શક્તિથી આજે વિશ્વભરમાં ચર્ચા છે. તેમણે હનુમાન મંદિર બનાવ્યા અને નિર્વાણ પહેલા બે આશ્રમ પણ બનાવડાવ્યા. બાબાએ મહાસમાધી લેવા માટે વૃંદાવનની પસંદગી કરી અને 11 સપ્ટેમ્બરે સમાધી લીધી.

રિપોર્ટ : યોગેશ પટેલ (અરવલ્લી)

IMG_20200912_194646-2.jpg IMG_20200912_194706-1.jpg IMG_20200912_194729-0.jpg

Right Click Disabled!