ભારતીય નૌકાદળમાં ફેલાયો કોરોના

ભારતીય નૌકાદળમાં ફેલાયો કોરોના
Spread the love

દેશની સુરક્ષામાં દેશના દરિયા કિનારાને અભય કવચ આપતી ભારતીય નૌકાદળ પણ હવે કોરોનાના ભરડામાં આવવા લાગી છે. મળતી માહિતી મુજબ, ભારતીય નૌકાદળના અગ્રીમ તાલીમ મથક આઇએનએસ શિવાજી ખાતે તાલીમાર્થી નૌસૈનિકોના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જોકે આશ્ચર્યજનક રીતે 12 તાલીમાર્થીઓ કોરોનાગ્રસ્ત આવતા નૌસેના અધિકારીઓ સતર્ક થઇ ગયા હતા. તકેદારીના તમામ પગલાં લેવાયા હતાઆ મહામારીને વધુ ફેલાતી અટકાવવા માટે નેવી તરફથી તકેદારીના તમામ પગલાં લેવામાં આવ્યા છે. સંરક્ષણ દળના સત્તાવાર પ્રવકતાએ જણાવ્યું હતું કે જૂનના પહેલાં સપ્તાહમાં લોકડાઉનમાં ઠીલ આપવામાં આવ્યા બાદ તાલીમાર્થી નૌસૈનિકો જે રજા પર હતા એ પાછા આવી ગયા હતા. રજા પર ઘરે ગયા હતા તાલીમાર્થીઓરજા પર ગયેલા તાલીમાર્થીઓ માંથી પાછા ફરેલા 157 તાલીમાર્થીઓની આ બેચનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.

ત્યાર બાદ નિયમ મુજબ આ 157 તાલીમાર્થીઓને આઇએનએસ – શિવાજી મથકની અંદર જ ઉભા કરવામાં આવેલા ક્વોરન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. 14 દિવસના આ ઇન્સ્ટિીટયુશનલ ક્વોરન્ટાઇન દરમિયાન એક કેડેટને કોરોનાના લક્ષણો દેખાતા તરત જ તેનો ટેસ્ટ કરવામાં આવતા રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.157 તાલીમાર્થીઓના ટેસ્ટ કરાયાતેમણે વધુમાં જણાવ્યું હતું એક કેડેટ કોરોનગ્રસ્ત જણાતા તેની સાથે સેન્ટરમાં રહેતા તમામ 157 તાલીમાર્થીઓનો ટેસ્ટ કરવામાં આવતા 12 તાલીમાર્થીઓને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ તમામ 12 કોરોનાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર નેવી તરફથી કોવિડ-19ના ફેલાવાને અટકાવવા તકેદારીના તમામ પગલાં લેવામાં આવી રહ્યાં છે. આઇએનએસ શિવાજી ખાતે પણ સાવધાની રાખવામાં આવી રહી છે.

8-1.jpg

Right Click Disabled!