ભારતીય રેલ્વેએ દ્વારા મુસાફરોની સલામતી અને સુવિધા માટે અનેક પગલા લીધા

ભારતીય રેલ્વેએ દ્વારા મુસાફરોની સલામતી અને સુવિધા માટે અનેક પગલા લીધા
Spread the love

રાજકોટ શહેર પશ્ચિમ રેલ્વેના રાજકોટ મંડળના વિભાગીય રેલ્વે મેનેજર પરમેશ્વર ફૂંકવાલે વેબિનાર દ્વારા આયોજીત એક પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે રાજકોટ મંડળ દ્વારા કોરોના રોગચાળાના સંક્રમણ થી બચવા માટે રાજકોટ વિભાગ દ્વારા અનેક પગલા લેવામાં આવ્યા છે. ફ્રન્ટલાઈન કર્મચારીઓની સુરકક્ષા હેતુ એમને માસ્ક, સેનિટાઇઝર, ફેશશીલ્ડ, હેન્ડ ગ્લોવ્ઝ વગેરે પૂરતા પ્રમાણમાં આપવામાં આવ્યા છે. આરક્ષણ કચેરી, પાર્સલ અને પૂછપરછ કાઉન્ટર પર ટૂ-વે સ્પીકર્સ લગાવવામાં આવ્યા છે. જેથી સ્ટાફ અને મુસાફરો બંને સંક્રમણથી સુરક્ષિત રહી શકે.

આમ્રપાલી ફાટક પર અંડર બ્રિજ નિર્માણનું કામ ૫૫% પૂર્ણ થઈ ગયું છે. અને સમયમર્યાદા પૂર્વે પૂર્ણ કરવામાં આવશે. તેના પર ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યું છે. લક્ષ્મીનગર ફાટકને પહોળા કરવાની ૨૦% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. રાજકોટ-હાપા અને સુરેન્દ્રનગર- ધાંગધ્રા વચ્ચેનું કામ પણ પૂર્ણ થયું છે. મંડળના હાપા-ખંભાળીયા, કનાલુસ-સિક્કા, ગોરિનઝા-ઓખા, વાંકાનેર-માળીયા અને સુરેન્દ્રનગર-વાંકાનેર વિભાગ પર પણ રેલ વિદ્યુતીકરણનું લક્ષ્યાંક મુજબ કામ પૂર્ણ થઈ રહ્યું છે. રેલ્વે ઇલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટ સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી છે. જે કાર્બન ઉત્સર્જનને ઘટાડશે, ટ્રેનોની ગતિ વધારશે, તેમની વધવાની ક્ષમતામાં સુધારો કરશે અને ડીઝલની તુલનામાં ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200829-WA0013.jpg

Right Click Disabled!