ભારતીય હવાઈ દળમાં વિવિધ જગ્યાઓ માટેનો ભરતી મેળો વડોદરા ખાતે યોજાશે

ભારતીય હવાઈ દળમાં વિવિધ જગ્યાઓ માટેનો ભરતી મેળો વડોદરા ખાતે યોજાશે
Spread the love

પાલનપુર : ભારતીય હવાઈ દળ (ઇન્ડીયન એર ફોર્સ) માં એરમેન ગ્રુપ “વાય” વિવિધ જગ્યાઓ માટેનો એરફોર્સ ભરતી મેળો અગામી તા. ૨૩/૦૯/૨૦૨૦ થી તા. ૦૪/૧૦/૨૦૨૦ દરમિયાન કેન્દ્રીય વિદ્યાલય એરફોર્સ, મકરપુરા, વડોદરા ખાતે યોજાનાર છે. આ ભરતી મેળામાં તા. ૧૭/૦૧/૨૦૦૦ થી તા. ૩૦/૧૨/૨૦૦૩ (બંને દિવસો સહીત) વચ્ચે જન્મેલ અપરણિત પુરુષ ઉમેદવારો ભાગ લઇ શકે છે. ગ્રુપ “વાય” Except Auto Tech, IAF (P), IAF (S) & Musician Trades ટ્રેડ સિવાયનો ટ્રેડ માટે ધો.૧૨ (૧૦+૨) સમકક્ષ પરીક્ષા કોઈપણ પ્રવાહમાં ૫૦% સાથે પાસ અને અંગ્રેજીમાં ૫૦ માર્ક સાથે પાસ હોવા જરૂરી છે.

૨ વર્ષનો વોકેશનલ કોર્ષ ૫૦% સાથે માન્ય સંસ્થામાંથી અંગ્રેજીમાં ૫૦ માર્ક સાથે ઈન્ટરમીડીયેટ/મેટ્રિક્યુલેશનમાં અંગ્રેજી હોવું જરૂરી તેમજ નોન ટેકનીકલ મેડીકલ આસિસ્ટન્ટ માટે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ફીઝીક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને અંગ્રેજી વિષય સાથે સરેરાશ ૫૦% થી પાસ અને અંગ્રેજી વિષયમાં ૫૦ માર્ક સાથે પાસ હોવા જરૂરી. ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારોએ ઇન્ડિયન એરફોર્સની વેબસાઈટ www.airmenselection.cdac.in પર તારીખ ૦૮/૦૯/૨૦૨૦ થી ૧૦/૦૯/૨૦૨૦ (બપોરે ૦૫:૦૦ વાગ્યા સુધી) પ્રી-રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર કચેરી, પાલનપુરના હેલ્પલાઇન નંબર ૦૨૭૪૨-૨૫૪૨૮૬ પર સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

રિપોર્ટ : તુલસી.બોધુ, બનાસકાંઠા
(લોકાર્પણ દૈનિક)

20200912_114442.png

Right Click Disabled!