ભાવનગરના તળાજામાં ખરાબ રસ્તાને લીધે ભાજપની સત્તા ગઇ

ભાવનગરના તળાજામાં ખરાબ રસ્તાને લીધે ભાજપની સત્તા ગઇ
Spread the love

ભાવનગર જિલ્લાના તળાજા નગરપાલિકામાં છેલ્લા સત્તર વર્ષથી ભાજપનું સાશન છે. ભાજપ વિકાસની વાતના આધારે ચૂંટાઈ આવે છે. હાલ જે સત્તા પરિવર્તન આવ્યું તે ખાસ કરીને વિકાસના બદલે મુસાફરો માટે વિનાશક બન્યો હોવાની સતત ફરિયાદ કરવા છતાય સાંભળવામાં ન આવવાનું કારણે વિપક્ષ અને નવા ચૂંટાયેલા પ્રમુખ કહી રહ્યા છે રસ્તાઓ બન્યા ખાબોચિયા ખાડાઓ વાળાના અહેવાલ બાદ પાલિકા દ્વારા ખાડાઓ બુરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભાજપ સત્તાના મદમાં રાચી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.

તળાજાના અતિશય બિસ્માર બનેલા રસ્તાને રીપેર કરવા માટે પ્રથમ વખત એવું બન્યું હતું કે વેપારી વર્ગ એક થયો પાલિકા ધૂળ ન ઉડે તે માટે રસ્તો રીપેર કરવાના બદલે ફાયર ફાઇટર દ્વારા પાણીનો છટકાવ કરીને સંતોષ માનતી રહી. તેનું પરિણામ સ્વંય સત્તાસ્થાને બેસેલ ભાજપના નગરસેવકોને ભોગવવાનો વખત આવ્યો હતો. કોંગ્રેસને જે જોઈતું હતું તે મળી ગયું હતું. પાલિકાના પ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના ટેકાથી પ્રમુખપદ હાંસલ કરનાર વિનુભાઈ વેગડના જણાવ્યા મુજબ તળાજામાં રસ્તામાં થતો ભ્રષ્ટાચાર સત્તા પરિવર્તનનું મુખ્ય કારણછે. અસંતોષની શરૂઆત ત્યારથી થઈ જ્યારે હું રસ્તાની નબળી ગુણવત્તાની ફરિયાદ સ્થાનિકથી લઈ પ્રદેશ સંગઠન સુધી કરી. કોઈએ વાત સાંભળી નહીં.

1553935899bjp-d.jpg

Right Click Disabled!