ભાવનગર : ગારીયાધારની માંડવી કેન્દ્રવર્તી શાળાના શિક્ષકને 2020ના રાજ્યના બેસ્ટ શિક્ષક તરીકે એવોર્ડ

ભાવનગર : ગારીયાધારની માંડવી કેન્દ્રવર્તી શાળાના શિક્ષકને 2020ના રાજ્યના બેસ્ટ શિક્ષક તરીકે એવોર્ડ
Spread the love

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકા ની માંડવી કેન્દ્રવર્તી શાળાના શિક્ષક શ્રી રમેશભાઈ નાનજીભાઇ પરમાર જેઓને ૨૦૨૦ ના રાજ્યના બેસ્ટ શિક્ષક તરીકેનો એવોર્ડ એનાયત કરતા મહામાહિમ રાજ્યપાલ સહિત મુખ્ય મંત્રી શિક્ષણ મંત્રી સહિત ના મહાનુભવો પોતાના જીવનના ૨૩ વર્ષ સતત કાર્યશીલ રહીને નળિયાવાળી શાળામાંથી આલીશાન શાળાનું નિર્માણ કરી તેની અંદર જરૂરિયાત મુજબની તમામ સુવિધા સરકારી શાળા શ્રેષ્ઠ શાળા બનાવી છે. તેઓની શાળાની અંદર અનેક વિધ કાર્યક્રમો ઉત્સવોની ઉજવણી થાય છે, બાળકો સ્પર્ધા ની અંદર નામના મેળવે છે, રાજ્ય લેવલ સુધી વિજ્ઞાન મેળા ઇનોવેશનમાં શાળા આગળ હોય છે. રમેશભાઈ પોતાની શાળાના વિકાસ માં સતત પ્રયત્નશીલ રહે છે.

કોરોના મહામારી વચ્ચે પણ જ્યારથી લોકડાઉન છે, ત્યારથી આજ સુધી તેઓ એક પણ રજા મુકેલ નથી અને સતત બાળકોના શિક્ષણ કેમ થાય તેની ચિંતા કરનારા છે. રમેશભાઈનું ઘર જોઈએ તો તમને બીજી શાળા લાગે ત્રણ રૂમમાં થી બે રૂમ ની અંદર બસ બાળકની પ્રવૃત્તિઓ પપેટ જોવા મળે,, રમેશભાઈ જય હો માંડવી youtube ચેનલ ના મારફતે લગભગ ૨૬૦ કરતાં વિડિયો મૂકી બાળકોને શિક્ષણ કેમ અપાય તેની સતત ચિંતા કરનાર વ્યક્તિ છે. નખશિખ સમર્પણ શાળા અને બાળકો માટે આપનારા રમેશભાઈને અભિનંદન આપવા ઘટે.

રમેશભાઈને જ્યારે રાજ્યપાલ એવોર્ડ મળ્યો હોય ત્યારે આપણે સૌ ગુજરાતીઓને હર્ષની લાગણી થાય રમેશભાઈને ખુબ ખુબ શુભકામનાઓ આ પહેલા રમેશભાઈને ઓ.પી.કોહલી સાહેબ રાજ્યપાલ દ્વારા પણ એજ્યુકેટર એવોર્ડ સમગ્ર રાજ્યમાં મળેલ છે. તેમજ રમણભાઈ પટેલ એવોર્ડ ટાટાના ચેર પર્સન નીરજા બિરલા દ્વારા મળ્યો છે તેઓને ગત જાન્યુઆરી ૨૦૨૦ માં પૂજ્ય મોરારી બાપુ દ્વારા ચિત્રકૂટ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. એમના જીવનમાં અનેકવિધ એવોર્ડ પૈકીનો આ રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ રાજ્યપાલ સાહેબના હસ્તે એનાયત થયો છે. ત્યારે ભાવનગર ભાવેણા નું ગૌરવ રમેશભાઈ પરમાર ને રાષ્ટ્રીય શિક્ષણ દીને શ્રેષ્ટ શિક્ષક નો એવોર્ડ એનાયત કરાયો હતો

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

1599412611211_IMG-20200906-WA0005.jpg

Right Click Disabled!