ભાવનગર જિલ્લા તોલમાપ વિભાગ સપાટો 118 ઝપટેમાં

ભાવનગર જિલ્લા તોલમાપ વિભાગ સપાટો 118 ઝપટેમાં
Spread the love

ભાવનગર જિલ્લા તોલમાપ વિભાગ દ્વારા મુદ્રાંકન કામગીરી સબબ એકમોને પાછલા ત્રણ માસની કામગીરી માટે ૩૦-૯ સુધી છુટછાટ આપી હતી. જ્યારે સરેરાશ મહિને ૬૦૦ એકમો આવતા હોય જેના બદલે ઓગષ્ટમાં માત્ર ૪૦૦ એકમોએ મુદ્રાંકન કરાવેલ છે તો બાકી રહેલ એકમોને તાકીદ કરાઇ છે. જ્યારે મુદ્રાંકન અને વજન-માપના કેસની માંડવાળ ફી મળી પાંચ માસમાં કુલ ૨૨.૯૨ લાખની ભરપાઇ કરાઇ હતી.સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ જિલ્લા તોલમાપ વિભાગ દ્વારા કોવિડ-૧૯ની મહામારીના માહોલ વચ્ચે એપ્રિલથી ઓગષ્ટ સુધીમાં જિલ્લાના સિહોર, ગારિયાધાર, પાલિતાણા, મહુવા, તળાજા સહિતના વિસ્તારોમાં કુલ ૧૧૮ એકમોમાં ઓછુ વજન આપવું તેમજ પેકેઝ કોમોડીટી એક્ટનો ભંગ થતો હોવાના કેસો મળી આવ્યા હતાં.

આ તમામ વેપારી પાસેથી માંડવાળ ફી પેટે ૧,૪૯,૫૦૦ની વસુલાત કરવામાં આવી હતી. જ્યારે ચકાસણી મુદ્રાંકનમાં પાંચ માસ દરમિયાન ૧૮૧૪ એકમોએ મુદ્રાંકન કામગીરી કરાવી હતી. જેમાં સ્વાભાવિક દર માસે ૬૦૦ એકમોનો રેશીયો રહેતો હોય જે ૩૦૦૦ના બદલે ૧૮૧૪ રહેવા પામેલ છે. તો ઓગષ્ટ માસમાં ૪૦૦ એકમોએ મુદ્રાંકન કરાવ્યું હોવાનું જણાયું છે. આમ કુલ આવક ૧૯,૦૩,૬૯૮ થવા પામી છે. જો કે, મહામારીને ધ્યાને લઇ સ્ટેમ્પીંગમાં સરકારે ૩૦-૯ સુધી દંડ અને લેઇટ ફીમાં રાહત આપી છે અને તેમાંથી મુક્તિ મેળવી શકાય છે. જ્યારે ૧-૧૦ થી રાબેતા મુજબ સ્ટેમ્પીંગ વગરના એકમો દંડને પાત્ર રહેશે જેથી વહેલી તકે બાકી રહી ગયેલ એકમોએ સ્ટેમ્પીંગ કરાવી લેવા તોલમાપ અધિકારીએ તાકીદ કરી છે.

photo_1599497470694.jpg

Right Click Disabled!