ભાવનગર ડો આંબેડકર યુનિવર્સીટી ખાતે જાગૃત વાલી તાલીમ

ભાવનગર આંબેડકર યુનિવર્સિટી ના ડિસ્ટન્સ લર્નિંગ ના સહકાર થી શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે તા.૨૪ ઓગસ્ટ નાં રોજ જાગ્રત વાલી તાલીમ યોજવામાં આવી…. જેમાં ૨૦ વાલીઓએ ડોક્ટર શ્રી પ્રકાશ ભાઈ ભટ્ટ પાસેથી માનવ શરીરની રચના અંગે માહિતી મેળવી હતી …સવિશેષ કોરોના મહામારી માં વ્યક્તિગત જાગૃતિ થી માહિતગાર થયા હતા.
આ પ્રસંગે સંસ્થા દ્વારા તમામ વાલીઓને બાળ ચિત્ર નું કેલેન્ડર અને માર્ગદર્શક પુસ્તકો આપવામાં આવેલ… બાલમંદિર ના શિક્ષકશ્રી અંકિતાબેન ભટ્ટ દ્વારા સંચાલિત કાર્યક્રમમાં સંસ્થાના કાર્યકર શ્રી આશાબેન બોરીચા તથા પ્રીતિબેન ભટ્ટ ના જન્મદિવસ ઉજવવામાં આવ્યો ..અંતમાં સૌનો આભાર અને અલ્પાહાર થી કાર્યક્રમ સમાપ્ત થયો હતો.
રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા
