ભાવનગર મૃદુ હદય સાલસ સ્વભાવના કવિ શ્રી મન્સુરભાઈ કુરેશી અનંતની યાત્રાએ

ભાવનગર મૃદુ હદય સાલસ સ્વભાવના કવિ શ્રી મન્સુરભાઈ કુરેશી અનંતની યાત્રાએ
Spread the love

ભાવનગર આઠમા દાયકા ના કવિશ્રી મન્સૂરભાઈ કુરેશી ને શિશુવિહાર ની પુષ્પાજંલી મૃદુ હદય ના કવિ મન્સુરભાઈ કુરેશી નો જન્મ ૨.જી ઓગસ્ટ ૧૯૫૧ .માં ભાવનગર માં થયો પિતા મશહૂર સાહિત્યકાર સ્વ. કિસ્મતકુરેશી ની શબ્દસહયાત્રા માં જોડાઈ તેઓ પણ ઉત્તમ ગઝલ, અને સાહિત્યપ્રેમી થયા. શિશુવિહાર બુધસભા સાથે તેમની સર્જનપ્રવૃત્તિ ૧૯૭૨ થીશરૂ થઇ હતી. હાલ બુધસભા ના વરિષ્ઠકવિ સાલસ સ્વભાવ ના સરળવ્યક્તિત્વ ધરાવતા સાહિત્ય જગત માં અગ્રીમહરોળ ના સર્જક રહ્યા, બુધસભા માં કાયમ તમામ કાર્યક્રમો માં તેમની વિશેષ ઉપસ્થિત રહેતી, સસ્મિતચહેરા પર સતત મૌન વરસ્યા કરતુ તેમની આંખો માં નિર્મળતા પથરાયેલી રહેતી, તેઓ ઉત્તમ ગઝલો, મુક્તકો, હઝલ લખતા તેઓ સારા ગદ્યકાર પણ હતા.

તેમના ગઝલ સંગ્રહો માં તાજગી -૧૯૯૦ , તરસ્યા વાદળ -૨૦૧૦, શિખરઅને તળેટી ૨૦૧૫ , ફુલદાની -૨૦૧૩, ભીતરની ભીનાશ -૨૦૧૫ વગેરે તૅમની ગઝલો નું સીધું અનુસંધાન શયદાયુગીન ગઝલ પરંપરા સાથે પમાય છે. તેમની ગઝલો ભાવમયી અને અભિવ્યક્તિકેન્દ્રી છે. છંદો ની ખુબ હથોટી સાથે સાદગીભરી રજુઆત જોવા મળે છે. એક વરિષ્ઠ કવિ તરીકે શિશુવિહાર બુધસભા માં તેમની હાજરી પ્રોત્સાહક બની રહેતી હતી. કોરોના જેવી ભયાનક બીમારી ને મહાત્ ન કરી શક્યા, તેમની શાબ્દિકયાત્રા ને વંદન કરશુ ને અનંતયાત્રા ને સ્વીકારશું સદાય એક ઉમદા, વરિષ્ઠ કવિની ખોટ શિશુ વિહાર બુધસભા તેમજ સાહિત્ય જગત માં રહેશે.કવિશ્રી મન્સૂરભાઈ કુરેશી એક મશહૂર સાહિત્યકાર તરીકે સૌ ને યાદ રહશે. મહાન આત્માને શત શત વંદન..

રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા

IMG-20200826-WA0046.jpg

Right Click Disabled!