ભાવનગર શિશુવિહારની પ્રેરણાત્મક રક્ષા બંધન 17 બહેનોને સિલાઈ મશીન અર્પણ

ભાવનગર શિશુવિહાર સંસ્થા દ્વારા રક્ષાબંધન ના પર્વે ખરા અર્થ માં બહેનો ની રક્ષા આર્થિક ઉન્નત થવા સત્તર બહેનો ને શિવણ મશીન અર્પણ રક્ષાબંધન નિમિતે શિશુવિહાર દ્વારા ૧૭ બહેનોને સીવણ સંચા ની ભેટ શ્રી શારદાબહેન ધીરજલાલ દેસાઈની પુણ્ય સ્મૃતિમાં ૧૭ જરૂરિયાતમંદ બહેનોને સીવણ સંચા ની ભેટ આપવામાં આવી છે. શ્રી રીટાબેન શેઠના શુભ જન્મ દિવસે શ્રમિક બહેનોને આત્મનિર્ભર કરવા સીવણ તાલીમ અને ત્યારબાદ સંચા આપવામાં આવ્યા છે લોકડાઉન ની ગંભીર સ્થિતિ વચ્ચે પણ બહેનોને ૧૦૦૦૦ માસ્ક તથા ૫૦૦૦ કાપડની થેલી તૈયાર કરવાનું કામ આપનાર ભાવનગરની સેવાભાવી સંસ્થા શિશુવિહાર ના માધ્યમથી સતત ચોથા વર્ષે રક્ષાબંધન પર્વ પ્રસંગે શ્રી ધીરજલાલ દેસાઇ તરફથી બહેનોને ભેટ મળી છે.
કોરોનાની ગંભીર સ્થિતિ છતાં પણ સોશ્યલ ડિસ્ટન્ટ ને જાળવી સંસ્થાએ માનવસેવાની જ્યોતઅખંડ રાખી છે જેની વ્યાપક પ્રેરણા ગુજરાતની અન્ય સ્વેચ્છિક સંસ્થાઓ એ પણ લીધી છે સેવા સમર્પણનો પર્યાય શિશુવિહાર સંસ્થાની અનેક વિધ રચનાત્મક પ્રવૃત્તિ ઓ હજારો પરિવારને હુન્નર કૌશલ્ય આપી ખરા અર્થમાં આત્મનિર્ભર બનાવી રહ્યું છે. સંસ્થા દ્વારા વાર-તહેવાર દિન વિશેષની ઉજવણી હમેશા પ્રેરણાત્મક હોય છે. શિશુવિહાર સંસ્થા શ્રી ધીરજલાલ દેસાઈ પરિવારનો આભાર માને છે તથા શ્રી રીટા બહેનને જન્મદિવસ પ્રસંગે શુભેચ્છા પાઠવે છે.આજે વીરપસલી રક્ષાબંધનના પર્વે ૧૭ બહેનોને સિલાઈ મશીન અર્પણ કર્યા હતા.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા
