ભાવનગર શિશુવિહાર આયોજિત નિરમા લિમિટેડના સહયોગથી આરોગ્ય કેમ્પ

ભાવનગર શિશુવિહાર આયોજિત નિરમા લિમિટેડના સહયોગથી આરોગ્ય કેમ્પ
Spread the love

શિશુવિહાર સંસ્થા આયોજિત નિરમા લિમિટેડનાં સૌજન્યથી તા. 10 ફેબ્રુઆરીને સોમવારે ભાલ વિસ્તારના અધેલાઈ ગામની પ્રાથમિક શાળામા ગ્રામજનોને ચશ્મા વિતરણ તથા આરોગ્ય તપાસ અને આ જ પ્રાથમિક શાળાના બાળકોની હિમોગ્લોબિન તપાસ કરવામાં આવેલ. જેમા 107 દર્દીનારાયણને ચશ્માનાં નંબર તપાસીને ચશ્મા આપવામા આવેલ તથા ગ્રામજનોને આરોગ્ય તપાસ કરીને 67 દર્દી નારાયણોને દવા આપવામા આવેલ. શાળાનાં 56 બાળકો ને હીમોગ્લોબિન તપાસી ને 16 બાળકોની દવા આપવામા આવેલ. આ કાર્યક્રમમાં નિરમા લિમિટેડનાં શ્રી હિતેશભાઈ ડાવરા, સરપંચ શ્રી વજુબહેન દુમાદિયા, શાળાનાં આચાર્ય શ્રી ગજેન્દ્રસિંહ ચુડાસમા, ડૉ.શ્રી જશુબહેન જાની,શ્રી હિરેનભાઈ જાંજલ, શ્રી મીનાબહેન મકવાણા, શ્રી નીર્મોહિબહેન ભટ્ટ, શ્રી રેખાબહેન ભટ્ટ તથા શ્રી રાજુભાઈ મકવાણા એ સેવા આપેલ.

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

Right Click Disabled!