ભાવનગર શિશુવિહાર દ્વારા કોમ્યુટર સીવણ સહિત જીવન શિક્ષણ તાલીમ વર્ગમાં 80 તાલીમાર્થીઓએ ભાગ લીધો

ભાવનગર શિશુવિહારની અ-વૈધિક તાલીમ ને વધું વૈજ્ઞાનિક અભિગમ આપતાં સંસ્થાના ઉપક્રમે અનુભવ તાલીમ વર્ગ,કોમ્પ્યુટર અને સીવણ તાલીમ,જાગ્રત વાલી તથા જીવન શિક્ષણ કાર્યક્રમોનો પ્રારંભ કાર્યો છે. જૂન ૨૦૨૦ થી પ્રારંભએલ તાલિમોમાં ૮૦ તાલિમાર્થિઓ જોડાયા છે. ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીના ડિસ્ટંત લર્નિંગ સેન્ટર દ્વારા અનુમોદન પ્રાપ્ત આ અભ્યાસક્રમોમા તાલિમાર્થિઓ ઉત્સાહ પૂર્વક જોડાઇ રહ્યાં છે અને કોરોના સ્થિતીની સ્થગિતતા વચ્ચે પણ નાગરિકો પોતાના સમય શક્તિના રચનાત્મક ઉપયોગ કરી રહ્યાં છે જે સરાહનીય બને છે.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા
