ભિલોડા પોલીસને ઉભેલી મારૂતિ ફ્રંટી કારમાંથી રૂપિયા 31000નો વિદેશી દારૂ મળ્યો….

ભિલોડા પોલીસને ઉભેલી મારૂતિ ફ્રંટી કારમાંથી રૂપિયા 31000નો વિદેશી દારૂ મળ્યો….
Spread the love

અરવલ્લી જિલ્લાના ભિલોડા પોલીસ મથક વિસ્તારમાં પી.એસ.આઈ કે. કે. રાજપૂત અને તેમની ટીમ આજે વહેલી સવારે પ્રોહી.ડ્રાઈવ પેટ્રોલિંગમાં હતા ત્યારે માહિતી મળેલ કે નવા ભવનાથ રોડ ત્રણ રસ્તા પાસે એક ફોર વ્હીલ કાર રસ્તાની સાઈડમાં બંધ હાલતમાં ઉભી છે. અને શંકાસ્પદ જણાય છે. પોલીસે માહિતીવાળા સ્થળે પહોંચી તપાસ કરતા એક સફેદ કલરની જીજે-૦૧-એચ.એમ.-૧૭૭૧ નંબરની મારૂતિ ફ્રંટી કાર ઉભી હતી,કારની અંદર ચેક કરતાં પાછળની સીટ પરથી ભારતીય બનાવટ ના વિદેશી દારૂની પેટીઓ અને છુટી બોટલો મળી કુલ નંગ.૨૦૪,જેની કિંમત રૂપિયા ૩૧,૦૪૪/-નો અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ તથા મારૂતિ કારની કિંમત મળી કુલ રૂપિયા ૧,૦૧,૦૪૪/-નો મુદ્દામાલ મળી આવતાં ભિલોડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો દાખલ કરી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Screenshot_20200808_163600.jpg

Right Click Disabled!