ભીલોડા પોલીસે જુના ભવનાથ ત્રણ રસ્તા પાસે ફંટી કારમાથી રૂ. 31 હજારનો દારૂ પકડ્યો

ભીલોડા પોલીસે જુના ભવનાથ ત્રણ રસ્તા પાસે ફંટી કારમાથી રૂ. 31 હજારનો દારૂ પકડ્યો
Spread the love
  • ભીલોડા પોલીસ સ્ટાફ દ્વારા કિમત રૂપિયા -૩૧,૦૪૪ નો પ્રોહી મુદ્દામાલ તથા સફેદ કલરની મારૂતિ કુંટી કારની કિ.રૂ .૭૦,૦૦૦ મળી કુલ કિ.રૂ. ૧,૦૧,૦૪૪ નો પ્રોહી ગણનાપાત્ર કેસ શોધવામાં મળેલ સફળતા

અરવલ્લી જીલ્લા મે.પોલીસ અધિક્ષક સંજય ખરાત સાહેબ મોડાસા ની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભરત બસીયા સાહેબ મોડાસા વિભાગ ના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જીલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા તેમજ શોધવા પેટ્રોલીંગ રાખવા સુચના આપેલ જે અન્વયે ભીલોડા પોલીસ સ્ટેશન ના સબ ઇન્સ્પેક્ટર શ્રી કે.કે. રાજપુત એ ભીલોડા પોલીસ સ્ટાફના માણસોને પ્રોહી અંગે પેટ્રોલીંગમાં રહેવા સુચના કરેલ જે આધારે આજરોજ વહેલી સવારે પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન અ.પો.કો.કેતનકુમાર કીરીટભાઇ ભીલોડા પો.સ્ટે.ને ખાનગી રાહે બાતમી મળેલ કે જુના ભવનાથ રોડ ઉપર ત્રણ રસ્તા પાસે એક ફોર વ્હીલ ગાડી બંધ હાલતમાં પડેલ છે અને શંકાસ્પદ જણાય છે.

તેવી હકિકત આધારે બાતમી વાળી જગ્યાએ જઇ ચેક કરતાં એક સફેદ કલરની ફોર વ્હીલ ગાડી રસ્તાની સાઇડમાં બંધ હાલતમાં ઉભેલ હતી જેના આગળ પાછળ નંબર જોતાં GJ – 01 – HM 1771 વાળી મારૂતિ ફંટી કાર હતી . જે કારના દરવાજા ખોલી ચેક કરતાં પાછળની સીટમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટીઓ નંગ -૦૮ તથા છુટી બોટલો નંગ – ૧૨ મળી કુલ બોટલ નંગ -૨૦૪ કુલ કિ.રૂ .૩૧,૦૪૪ નો વિવિધ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા એક સફેદ કલરની મારૂતિ ફંટી કારની કી.રૂ .૭૦,૦૦૦ મળી કુલ કી.રૂ .૧,૦૧,૦૪૪નો મુદામાલ મળી આવેલ જે અન્વયે ધોરણસરની કાર્યવાહી કરી ભીલોડા પો.સ્ટે . પ્રોહી ગુ.ર.નં .૧૧૧૮૮૦૦૩ ૨૦૦૬૧૧/૨૦૨૦ પ્રોહી કલમ -૬૫ એઇ , ૧૧૬ બી , ૯૮ ( ૨ ) મુજબનો ગુન્હો રજીસ્ટર કરી ભીલોડા પોલીસને પેટ્રોલીંગ દરમ્યાન વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધવામાં સફળતા મળી હતી.

રીપોટૅ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20200808-WA0201-1.jpg IMG-20200808-WA0200-0.jpg

Right Click Disabled!