ભુજોડીના રિસોર્ટમાં યોજાયેલા લગ્નમાં 76 સામે ગુનો દાખલ

ભુજોડીના રિસોર્ટમાં યોજાયેલા લગ્નમાં 76 સામે ગુનો દાખલ
Spread the love

ભુજ તાલુકાના ભુજોડી ગામે આવેલા ડ્રીમ રિસોર્ટ ખાતે કોરોના વાઇરસના ફેલાવાના ડર વચ્ચે યોજાયેલા લગ્નના સમારંભ દરમિયાન લોકડાઉન અન્વયેના નિયમોનો ભંગ થતાં પોલીસે જેમને ત્યાં લગ્ન હતા તે પરિવાર સહિતના કુલ ૭૬ જણ સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ પુત્રીના લગ્ન અનુસંધાને પ્રસંગ યોજવાની મંજૂરી માગવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા ૫૦ વ્યક્તિની હાજરી સાથે પ્રસંગ કરવાની પરવાનગી અપાઇ હતી. દરમિયાન આ ઘટના બની હતી.

પ્રસંગનો વાઈરલ થયેલો વીડિયો તંત્રના ધ્યાને આવ્યા બાદ મામલતદાર અને બી- ડિવિઝન પોલીસ મથકની ટુકડી રિસોર્ટ ખાતે દોડી ગઇ હતી. આ સમયે લગ્નના સ્થળે ૭૬ વ્યક્તિ હોવાનું તપાસમાં જણાયું હતું. તો કોઇએ માસ્ક ન પહેર્યા હોવાનું અને સામાજિક અંતરની જાળવણી પણ ન કરાઇ હોવાનું જોવા મળ્યું હતું. તપાસના અંતે બી-ડિવિઝન પોલીસ દ્વારા મંજૂરી માગનારા બંને ભાઇઓ અને જાનમાં આવેલા તથા અન્ય મહેમાનો સહિત ૭૬ જણ સામે જાહેરનામાં અને મંજૂરીની શરતોના ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

panetar4-640x397.jpg

Right Click Disabled!