ભુલી પડી યુવતિની મદદે અભ્યમ્ હેલ્પલાઈન આવી

ભુલી પડી યુવતિની મદદે અભ્યમ્ હેલ્પલાઈન આવી
Spread the love

ગાંધીનગર, રાજય સરકાર દ્વારા મહિલાઓની મદદ માટે અભ્યમ્ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે ત્યારે આ હેલપલાઈન દ્વારા મહારાષ્ટ્રના મુંબઈથી ભુલી પડીને ગાંધીનગર એસટી ડેપોમાં પહોંચેલી યુવતિની મદદ કરીને તેને વન સ્ટોપ સખી સેન્ટરમાં મોકલી આપી છે ત્યાં તેની સારવાર કરીને ઘર પહોંચાડવાની તજવીજ હાથ ધરાઈ છે. લોકડાઉનના કારણે આ યુવતિ ઘરે પરત પહોંચી શકી નહોતી.

પુરુષ પ્રધાન સમાજમાં અત્યાચારનો ભોગ બનતી મહિલાઓ માટે રાજય સરકારે ૧૮૧ અભ્યમ્ હેલ્પલાઈન શરૂ કરી છે જયાં કોઈપણ મહિલા તેને જરૂરી મદદ આ હેલ્પલાઈન મારફત માંગી શકે છે ત્યારે આવી મહિલાઓને મદદ કરીને તેમની સમસ્યાનું સમાધાન લાવવામાં આવે છે. ગાંધીનગરના એસટી બસ સ્ટેન્ડમાં છેલ્લા ઘણા દિવસોથી એક યુવતિ બેસી રહેતી હોવાની કોઈ મહિલાએ અભ્યમ્ હેલ્પલાઈનને જાણ કરી હતી.

જેના પગલે ગાંધીનગરની ટીમ એસટી ડેપોમાં પહોંચી હતી જયાં જાણવા મળ્યું હતું કે આ યુવતિ મહારાષ્ટ્રની વતની છે અને પરિવારમાં તકરાર થતાં મહારાષ્ટ્ર પોલીસ મથકમાં ગઈ હતીજયાંથી તેને કોઈ સંસ્થામાં મોકલી આપવામાં આવી હતી. ચાર મહિના પછી ત્યાંથી તે ઘરે જવા નીકળી હતી પરંતુ લોકડાઉનના કારણે મુંબઈ બંધ હોવાથી ફરતી ફરતી ગાંધીનગર પહોંચી ગઈ હતી. એસટી ડેપોમાં જ રહેતી આ યુવતિની તબીયત નાદુરસ્ત હોવાથી તેનું કાઉન્સેલિંગ કર્યા બાદ તેને સિવિલ કેમ્પસ ખાતે આવેલા વન સ્ટોપ સખી સેન્ટરમાં મોકલી આપવામાં આવી હતી. જયાંથી તેને ઘરે મોકલવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે.

content_image_e8410ba5-309b-407b-959d-7736f5db980d.jpg

Right Click Disabled!