મંત્રીઓએ કમલમમાં આવવાનું ટાળ્યું

મંત્રીઓએ કમલમમાં આવવાનું ટાળ્યું
Spread the love

અમદાવાદ : નારાજ કાર્યકરોના પ્રશ્ન સાંભળવા મંત્રીઓને કમલમમાં બેસવા આદેશ કરાયો છે જેના કારણે છેલ્લાં એકાદ મહિનાથી કમલમ પર કાર્યકરોની અવરજવર વધી છે જેના કારણે કોરોનાને આમંત્રણ મળ્યુ છે. કમલમમાં કાર્યાલય મંત્રી સહિત અન્ય બે ત્રણ જણા કોરોનાથી સંક્રમિત થયા છે જેના કારણે મંત્રીઓએ કમલમમાં આવવાનુ ટાળ્યુ હતુ. મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કાર્યકરોની વેબકેમના માધ્યમથી રજૂઆત સાંભળી હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના આદેશને પગલે દર સોમવાર-મંગળવારે મંત્રીઓ કાર્યકરોના પ્રશ્ન-રજૂઆત સાંભળવા કમલમમાં આવી રહ્યાં છે આ સંગઠનાત્મક સુવિધાને લીધે કમલમમાં કાર્યકરોની ભીડ ઉમટી રહી છે. જોકે,આંખે ઉડી વળગે તેવી વાત તો એછેકે, ભાજપના કાર્યકરો માસ્ક કે સોશિયલ ડિટસન્સનુ પાલન જ કરતાં નથી.

આ સિૃથતીને કારણે કોરોના કમલમ સુધી પહોંચ્યો છે. કમલમમાં કાર્યાલય મંત્રી પરેશ પટેલ કોરોનાથી સંક્રમિત થયા છે જેથી મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કમલમમાં આવવાનુ ટાળ્યુ હતું મંત્રી કૌશિક પટેલે સચિવાલયમાં જ રહીને વેબકેમના માધ્યમથી કાર્યકરોના તબક્કાવાર પ્રશ્નો સાંભળ્યા હતાં. આજે લગભગ 30-35થી વધુ કાર્યકરોની ઓનલાઇન રજૂઆત સાંભળવામાં આવી હતી. કમલમમાં કાર્યાલય સ્ટાફ કોરોનાથી સંક્રમિત થતા મંત્રીઓમાં ડર પેઠો હતો પણ બીજી તરફ કમલમમાં ભાજપના કાર્યકરોની ભીડ તો યથાવત જ રહી હતી. હવે કોરોનાનું સંક્રમણ વધ્યુ છે ત્યારે ભાજપના નેતાઓ પણ કમલમમાં આવતા ડરી રહ્યાં છે. આ પરિસિૃથતી વચ્ચે હવે મંત્રીઓ કાર્યકરોના ઓનલાઇન જ પ્રશ્ન સાંભળશે. કોરોનાના કારણે સચિવાલયમાં તો મંત્રીઓ મુલાકાતીઓને મળવાનુ જ ટાળી રહ્યા છે.

મંત્રી જયદ્રથસિંહ પરમાર પણ ઓનલાઇન જ રજૂઆત સાંભળશે આમ કમલમમાં ઓનલાઇન રજૂઆત સાંભળવાનુ શરૂ કરાયુ છે. કમલમમમાં ભાજપના કાર્યકરોના પ્રશ્ન સાંભળવા વ્યવસૃથા કરાઇ છે પણ મોટાભાગાના ભાજપના કાર્યકરો બદલી એને દબાણ-જમીનને લગતા પ્રશ્નો લઇને જ આવે છે. નિયમ વિરૂધૃધ બદલી કરવી અને જમીન મુદ્દે કામ કરવા એ હવે મંત્રીઓ માટે માથાનો દુન્વો બન્યો છે. પ્રદેશ પ્રમુખ પાટીલે તો મોટાઉપાડે આદેશ કરી દીધો છે પણ હવે મંત્રીઓની પરેશાની વધી ગઇ છે હવે કાર્યકરોને એવી મનમાં સમજ પ્રવર્તી રહી છે કે કમલમમાં રજૂઆત કરો એટલે કામ થઇ જ જાય. કાર્યકરો શિક્ષણ, મહેસૂલ, આરોગ્ય એમ ત્રણ વિભાગની વધુ બદલીના પ્રશ્ન લઇને આવે છે. આ જ પ્રમાણે,ભાજપના કાર્યકરો જમીન દબાણની વધુ રજૂઆત કરે છે. આમ, કાર્યકરોના પ્રશ્નનો કેવી રીતે ઉકેલ કરવો એ મંત્રીઓ માટે યક્ષપ્રશ્ન બન્યો છે.

KAMALAM-960x640.jpg

Right Click Disabled!