મગોદ ખાતે કોરોના વાઇરસ અંગે લોકજાગૃતિનો કાર્યક્રમ યોજાયો

મગોદ ખાતે કોરોના વાઇરસ અંગે લોકજાગૃતિનો કાર્યક્રમ યોજાયો
Spread the love

શાંતિ મંદિર મગોદના મહામંડલેશ્વર નિત્યાોનંદ સ્વામીજીનો કોરોના વાઇરસ સંદર્ભે અનુરોધ

વલસાડ
વલસાડ જિલ્લા પંચાયત આરોગ્યઇ વિભાગ તેમજ વલસાડ જિલ્લા માહિતી કચેરીના સંયુક્તર ઉપક્રમે મગોદ ગામના શાંતિ મંદિર ખાતે કોરોના વાઇરસ ફેલાવાના સંજોગોમાં લોકજાગૃતિ કેળવવાના ઉપક્રમે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

શાંતિ મંદિર મગોદના મહામંડલેશ્વર નિત્યા નંદ સ્વાલમીજીએ જિલ્લાની જનતાને અપીલ કરતાં જણાવ્યુંશ હતું કે, વિશ્વભરમાં કોરોના વાઇરસ ફેલાઇ રહ્યો છે, કોના ઉપર તેની અસર થશે તેની કોઇને ખબર નથી, જેથી આ રોગની ગંભીરતાને ધ્યાવને લઇ હાથ મીલાવવાની જગ્યારએ ભારતીય સંસ્કૃોતિમાં નમસ્તેતનું મહત્ત્વ છે, જેને અપનાવવા ખાસ અનુરોધ કરતાં જણાવ્યુંે હતું કે, સમગ્ર વિશ્વ આજે નમસ્તેયની પ્રણાલીને અપનાવી રહ્યું છે. આપણી જ સાંસ્કૃંતિક પરંપરાને પુનઃ અપનાવીને આપણે વધુ સલામત બની શકીશું. વસંત ઋતુ ઠંડી થી ગરમી તરફ જતી ઋતુ હોવાથી રોગની સંભાવના વધે છે તેથી ખાવા-પીવામાં પણ ધ્યાતન રાખવું જોઇએ. પોતાને બચાવો અને અન્ય ને પણ બચાવા માટે તકેદારી રાખી સમગ્ર દેશને ભયમુક્તય બનાવવામાં સહયોગ આપવા પણ તેમણે જણાવ્યું હતું.
પ્રાથમિક આરોગ્યણ કેન્દ્રત-મગોદના મેડીકલ ઓફિસર ડૉ. સ્વાીતિ પટેલે કોરોના વાઇરસ કેવી રીતે ફેલાઇ શકે અને તે માટે દરેક વ્યાક્તિવએ શું-શું કાળજી રાખવી જોઇએ તે બાબતે પણ વિસ્તૃાત જાણકારી આપી સૌને જાગૃતિ દાખવવા અનુરોધ કર્યો હતો અને હાથ કેવી રીતે ધોવા તેનું પ્રત્ય્ક્ષ નિદર્શન કરી સમજ પૂરી પાડી હતી.
નાયબ માહિતી નિયામક શ્રી પરિમલ દેસાઇએ કોરોના વાઇરસની દવા કે રસી હજુ શોધાઇ નથી, તેથી તેને અટકાવવા માટે તકેદારીના પગલાની અનિવાર્યતા સમજાવી હતી. આ વૈશ્વિક મહામારીના સંજોગોમાં ભારત બીજા તબક્કામાં છે. તેથી ત્રીજા તબક્કા પૂર્વે નાગરિકોની સજાગતા અને સાવધાની જ તેને અટકાવી શકે તેમ હોવાનું જણાવી શ્રી દેસાઇએ તજજ્ઞો દ્વારા આપવામાં આવેલા સૂચનોનું આગામી બે-ત્રણ સપ્તાજહ સુધી મક્કમતાથી પાલન કરવા અનુરોધ કર્યો હતો.

Right Click Disabled!