મનરેગા કૌભાંડ : જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલના આક્ષેપ

મનરેગા કૌભાંડ : જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલના આક્ષેપ
Spread the love
  • મનરેગા કૌભાંડ : જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલના આક્ષેપ બાદ બનાસકાંઠાના સાંસદ અને જિલ્લા વિકાસ અધિકારીએ કર્યો આ ખુલાસો

બનાસકાંઠા ના બાલુન્દ્રા ગામે નરેગા કૌભાંડ થયાના આક્ષેપ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ દ્વારા કરાયા બાદ આજે બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ અને જિલ્લા વિકાસ અધિકારીને ખુલાસો કરવો પડ્યો હતો. આ બાબતની તટસ્થ તપાસ થશે તેવું મીડિયા સમક્ષ જણાવ્યું હતું. અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામે છેલ્લા ૧૧ વર્ષથી મનરેગા કૌભાંડ ચાલે છે ૪૪ જેટલા બાલુન્દ્રા ગામમાં જોબકાર્ડ છે અને જોબ કાર્ડમાં મોટા પ્રમાણમાં ગેરરીતિઓ સામે આવી છે. અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર એવા બાલુન્દ્રા ગામના લોકોના નામે ખોટા જોબકાર્ડ બની અને પૈસા ચાઉં થઈ ગયા છે. જેની રજૂઆત 15 દિવસ અગાઉ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેકટરને કરી હતી, પરંતુ બાલુન્દ્રા ગામના અરજદારોની રજૂઆત માત્ર કાગળ પર રહી હતી.

બનાસકાંઠાના બાલુન્દ્રા ગામે 10 કરોડના મનરેગા કૌભાંડને લઈને છેલ્લા બે દિવસથી સમગ્ર ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી એ સરકાર સામે અનેક સવાલો કર્યા છે. ભાજપની સરકારમા મનરેગાના કામોમાં થતા કૌભાંડને લઈને ઉહાપોહ કરતા આજે જિલ્લા વિકાસ અધિકારી અજય દહીંયાં અને બનાસકાંઠા ના સાંસદ પરબત પટેલ એ મીડિયા સમક્ષ ખુલાસો કરવો પડ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી એ મીડિયા સાથે વાતચીત માં જણાવ્યું હતું કે કૌભાંડ બાબતે અરજદારની અરજી આવેલી છે. જે બાબતે તપાસ ચાલુ જ છે. જે પ્રકારએ આક્ષેપ થયા છે તે ખોટા છે. કામો માત્ર 1.18 કરોડના કામો થયા છે. અધિક કલેક્ટર કક્ષાના અધિકારી દ્વારા આ મામલે તપાસ થશે. જો ગેરનીતિ હશે તો ફોજદારી કાર્યવાહી કરીશું.

સમગ્ર ગુજરાતમાં મનરેગા મામલે આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ પણ પાલનપુર ખાતે આવી સમગ્ર મામલે મીડિયા સમક્ષ ખુલાસો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકારમાં ભ્રષ્ટાચારની હારમાળા થઈ હતી. જે વિગતો મનરેગા મામલે ગઈકાલે પ્રેસમાં જણાવાઈ તે પાયાવિહોણી છે. રૂ 10 કરોડ નું અમીરગઢ ના બાલુન્દ્રા ગામમાં મનરેગાનું કામ જ થયું નથી. માત્ર 1.18 કરોડના કામો જ થયા છે તો આટલા કૌભાંડની વાત જ ક્યાં આવે. તેમ છતાં ભ્રષ્ટાચારની તપાસમાં સાબિતી થશે તો કોઈપણ ચમરબંદી ને છોડવામાં આવશે નહીં.

બાલુન્દ્રા ગામના સ્થાનિક અરજદારોએ 15 દિવસ અગાઉ જિલ્લા વિકાસ અધિકારીને મનરેગા કૌભાંડ મામલે રજૂઆત કરી હતી પરંતુ આ રજૂઆતને દબાવી દેતા ગ્રામજનો ને વિપક્ષમાં જવાની ફરજ પડી હતી. જોકે આ સમગ્ર પ્રકરણને દબાવનાર જિલ્લા વિકાસ અધિકારી આ સમગ્ર પ્રકરણના જવાબદાર મનાય છે બનાસકાંઠા ના બાલુન્દ્રા માં થયેલ નરેગા કૌભાંડ ને લઈને સમગ્ર ગુજરાતની રાજનીતિ માં ગરમાવો આવતા અને વિરોધ પક્ષ દ્વારા સરકાર સામે આક્ષેપ કરતા આજે રવિવારે સરકારના આદેશથી ડીડીઓ ને આવી મીડિયા સામે ખુલાસો કરવો પડ્યો છે. જ્યારે સરકાર તરફે બનાસકાંઠા ના સાંસદ પરબત પટેલ ને સરકાર ના બચાવ માં આવવું પડ્યું હતું.

hardik-patel-jignesh-mevani-960x640.jpg

Right Click Disabled!