મનરેગા થકી રોજગારી- જિલ્લાને હરીયાળો બનાવવા માટે મહેસાણા જિલ્લો કટિબદ્ધ

Spread the love
  • મિયાવાકી પ્રધ્ધતિથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની ૯૭૯ હેકટર જમીનમાં ૦૭.૯૮ લાખ રોપાઓનું વાવેતર કરાશે
  • જિલ્લાના તમામ તાલુકાઓમાં બ્લોક પ્લાન્ટેશન,બોર્ડર પ્લાન્ટેશન,રોડ-કેનાલ પ્લાન્ટેનશ અને બાગાયાત થકી વૃક્ષોનું વાવેતર-મીનીવન

મહેસાણા,
મહેસાણા જિલ્લાના તમામ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં મિયાવાકી પ્રધ્ધતિ થકી અંદાજીત ૯૭૯.૦૫ હેકટર જમીનમાં અંદાજીત ૭,૯૮,૨૧૫ રોપાઓનું વાવેતર થનાર છે. જિલ્લાના દશ તાલુકાઓમાં જાપાની વનસ્પતિશાસ્રી અકીરા મિયાવકી દ્વારા પ્રેરીત પ્રધ્ધતિથી બ્લોક પ્લાન્ટેશન,બોર્ડર પ્લાન્ટેશન,રોડ-કેનાલ સાઇડ પ્લાન્ટેશન અને બાગાયત થકી વાવેતર થનાર છે. જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ જણાવ્યું હતું કે જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ રોજગારીનું નિર્માણ થાય અને સાથે સાથે જિલ્લો પણ વૃક્ષોના વાવેતર થકી હરીયાળો બને તે દિશામાં જિલ્લામાં અંદાજીત ૦૮ લાખ જેટલા રોપાઓનું વાવેતર થનાર છે. તેમણે ઉમેર્યું હતું કે જિલ્લાના તમામ તાલુકાઓના ગ્રામિણ ક્ષેત્રોમાં નક્કી કરેલ સ્થળોએ આ રોપાઓનું વાવેતર થનાર છે. આ સમગ્ર કાર્ય મનરેગા થકી થનાર હોઇ ગ્રામ્યક્ષેત્રોમાં રોજગારીનું પણ નિર્માણ થનાર છે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક મહુલ દવેએ જણાવ્યું હતું કે મિયાવકી પ્રધ્ધતિ થકી છોડની વૃધ્ધી ૧૦ ગણી ઝડપી થાય છે અને ત્રણ વર્ષ પછી જાળવણી મુક્ત બને છે જેનો સીધો ફાયદો મળે છે.આ પ્રધ્ધતિ થકી ૦૨ થી ૦૩ વર્ષ નીંદણ મુક્ત રાખવાનું હોય છે ત્યાર બાદ નીંદણ વૃધ્ધી પણ બંધ થઇ જાય છે.ગાઢ સ્થાનિક જંગલો બનાવવામાં મદદરૂપ આ પ્રધ્ધતિના ઉપયોગ થકી મહેસાણા જિલ્લામાં આગામી સમયમાં હરીયાળી ક્ષેત્રે કાંતિ આવનાર છે. મિયાવાકી પ્રધ્ધતિએ એ જંગલ ઉછેર કરવાની તકનીક છે જે જાપાની વનસ્પતિશાસ્ત્રી અકીરા મિયાવાકી દ્વારા પ્રેરીત છે.ગાઢ જંગલો બનાવવામાં મદદરૂપ અભિગમ થકી છોડની વૃધ્ધીને ૧૦ ગણી ઝડપી બનાવે છે. અને પ્રથમ ત્રણ વર્ષ પછી જાળવણી મુક્ત બને છે.

આ પ્રધ્ધતિ થકી મીની વન બનાવવા માટે છ પગલાં અતિ આવશ્યક છે જેમાં જમીનની જગ્યા,પ્રકારઅને બાયોમાસની માત્રા નક્કી કરવી, વૃક્ષારોપણ માટે વૃક્ષ પ્રજાતિઓ પસંદ કરવી,વન ડિઝાઇન,વિસ્તારની તૈયારી,વૃક્ષો રોપવા,ત્રણ વર્ષ જંગલની સંભાળ રાખવાના છ પગલાં થકી મહેસાણા જિલ્લો પ્રાકૃતિક જિલ્લો બનવા જઇ રહ્યો છે. મહેસાણા જિલ્લામાં મનરેગા યોજનામાં મિયાવાકી પ્રધ્ધતિ થકી ૦૮ લાખ જેટલા રોપાઓના વાવેતર સાથે ગ્રામિણ ક્ષેત્રે રોજગારીનું સર્જન થનાર છે. આગામી સમયમાં ગ્રામિણ ક્ષેત્રમાં નક્કી કરેલા વિસ્તારોમાં રોપાનું વાવેતર થનાર છે જે ગ્રામિણ ક્ષેત્રમાં રોજગારી અને હરીયાળી ક્રાંતિ પણ લાવનાર છે.

Right Click Disabled!