મન કી બાતમાં PM મોદીની અપીલ, લોકલ રમકડાં માટે બનવાનું છે

મન કી બાતમાં PM મોદીની અપીલ, લોકલ રમકડાં માટે બનવાનું છે
Spread the love
  • કોરોના સંકટ પર PM મોદીની ચર્ચા
  • ગત વખતે પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતુ

વડાપ્રધાન નેરેન્દ્ર મોદી તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત (Mann Ki Baat)’ના માધ્યમથી રાષ્ટ્રને સંબોધિત કર્યા છે. મન કી બાત (Mann Ki Baat)માં પીએમ મોદીએ કહ્યું કે કોરોનાકાળમાં નાગરિકોમાં પોતાની જવાબદારીની ભાવના અનુભવી છે. લોકો તમામ પ્રકારના તહેવારોમાં સંયમ બતાવી રહ્યા છે. દેશમાં થઇ રહેલા દરેક પ્રકારના આયોજનમાં જે પ્રકારનો સંયમ અને સરળતા જોવા મળી રહી છે તે અભૂતપૂર્વ છે તેમણે દેશી એપ્સ અંગે કહ્યું કે દેશવાસીઓને અપીલ કે તેઓ ‘આગળ આવે, કંઇક ઇનોવેટ કરે, કોઇ ઇમ્પલીમેન્ટ કરે’. તમારા પ્રયાસ આજના નાના-નાના સ્ટાર્ટ અપ્સ, કાલે મોટી-મોટી કંપનીઓમાં બદલાશે અને દુનિયામાં ભારતની ઓળખ બનશે. તેમણે લોકલ રમકડાં માટે ‘વોકલ’ થવાની પણ અપીલ કરી.

પીએમ મોદીએ જણાવ્યું કે જો આપણે ખૂબ ઝીણવટથી જોઇશું તો એક વાત ચોક્કસ આપણી સામે આવશે- આપણો ઉત્સવ અને પર્યાવરણ. આ બંને વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ છે. બિહારના પશ્ચિમ ચંપારણમાં સદીઓથી થારુ આદિવાસી સમાજના લોકોએ 60 કલાકનો લોકડાઉન, તેમના શબ્દોમાં ’60 ઘંટે કા બરના’નું પાલન કરે છે. પ્રકૃતિની રક્ષા માટે બરનાના થારુ સમાજના લોકોએ તેમની પરંપરાનો ભાગ બનાવ્યો છે અને તે સદીઓથી છે. પીએમ મોદી મન કી બાત (Mann Ki Baat)માં જણાવ્યું કે સામાન્ય રીતે આ સમય ઉજવણીનો હોય છે. વિવિધ જગ્યાએ મેળા યોજવામાં આવે છે, પૂજા-પાઠ કરવામાં આવે છે. કોરોનાના આ સંકટકાળમાં લોકોમાં ઉમંગ અને ઉત્સાહ તો છે જ, મનને સ્પર્શી જનાર એક શિસ્ત પણ છે.

વડાપ્રધાન કોરોના સંકટ વચ્ચે અનલોક 4ને લઇને પોતાની વાત લોકો સાથે શેર કરી રહ્યા છે. કારણ કે કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર મહિનાથી અનલોક-4ની માર્ગદર્શિકામાં 7 સપ્ટેમ્બરથી મેટ્રો સેવાને પુન:સ્થાપિત કરવાની મંજૂરી આપી દીધી છે. 21 સપ્ટેમ્બરથી 100 લોકોને ધાર્મિક કાર્યક્રમોમાં પણ ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે. આવા કાર્યક્રમોમાં અનિવાર્યપણે ફેસ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, થર્મલ સ્ક્રિનિંગ, સેનિટાઇઝર અને કોરોના પ્રોટોકોલના નિયમોનું પાલન કરવું પડશે અને સ્પષ્ટ છે કે પીએમ મોદીઆ બધી બાબતો પર ભાર મૂકશે. નોંધનીય છે કે મન કી બાતના ગત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન પર નિશાન સાધતા જણાવ્યું હતું કે તેણે ભારતની ધરતી પર કબજો મેળવવા અને તેના દેશમાં ચાલી રહેલા આંતરિક તકરારને દૂર કરવાની ભ્રામક યોજના બનાવી છે. કારગિલ યુદ્ધ દરમિયાન સૈનિકોની બહાદુરીની કહાનીને શેર કરવા માટે વડાપ્રધાને યુવાનોને અપીલ કરી હતી.

Screenshot_20200830_132945.jpg

Right Click Disabled!