મહંત દિલિપદાસજી અને ટ્રસ્ટીના મહત્વના નિવેદનો

મહંત દિલિપદાસજી અને ટ્રસ્ટીના મહત્વના નિવેદનો
Spread the love

જગતના નાથ જગન્નાથની રથયાત્રાનો ઇતિહાસ છે કે તે આજદિન સુધી નથી અટકી. પણ આ વખતે કોરોનાની મહામારીને લઇને રથયાત્રા યોજાશે કે નહીં તે મુદ્દે અસમંજસની સ્થિતી બનેલી છે. ત્યારે રથયાત્રાને લઇને મહંત દિલિપદાસજી અને ટ્રસ્ટીના મહત્વના નિવેદનો સામે આવ્યા છે.

  • જગતના નાથની રથયાત્રા પર કોરોનાનું ગ્રહણ?
  • અમદાવાદની સુપ્રસિદ્ધ રથયાત્રાને યોજવા અંગે અસમંજસ
  • પુરીની જગન્નાથ યાત્રા પર લગાવી સુપ્રીમ કોર્ટે રોક
  • અમદાવાદની રથયાત્રા અંગે શું લેવાશે નિર્ણય ?

ગમે તેવી વિક્ટ સ્થિતીમાં પણ ક્યારેય ન અટકેલી અમદાવાદની સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરની રથયાત્રા પર આ વખતે સસ્પેન્સ બનેલું છે… કેમકે કોરોનાની મહામારીના કારણે રથયાત્રા યોજવી કે નહીં તેને લઇને અસમંજસની સ્થિતી બનેલી છે. સુપ્રીમે પુરીની જગન્નાથ રથયાત્રા પર રોક લગાવી દીધી છે. ત્યારે અમદાવાદની રથયાત્રા અંગે શું નિર્ણય લેવાય છે તે મહત્વનું બની જશે. મંદિરના મહંત દિલિપદાસજીએ કહ્યું કે યાત્રા સંદર્ભે જે પણ આદેશ થશે તે મુજબ કાર્ય કરાશે. હજુ સરકાર સાથે વાત થઇ નથી..તો મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કહ્યું છે કે ભગવાનનો રથમાં પ્રવેશ થશે પણ રથ બહાર નીકળશે કે નહીં તે એક પ્રશ્ન છે.

રથયાત્રા યોજાશે કે નહીં તેને લઇને સસ્પેન્સ
આમ મંદિરના મહંત અને ટ્રસ્ટીના નિવેદનમાં રથયાત્રા યોજાશે કે નહીં તેને લઇને સસ્પેન્સ સર્જાયું છે. ત્યારે હવે સરકાર સાથે આ અંગે બેઠક થયા બાદ નિર્ણય લેવાશે. આ નિર્ણય પર રથયાત્રા નીકળશે નહીં તેનો આધાર રહેલો છે. જો રથયાત્રા નહીં યોજાય તો 143 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત એવું બનશે રથયાત્રા નહીં યોજાય.

Jagannath_01

Right Click Disabled!