મહંત સ્વામીએ રામજન્મભૂમિ માટે શ્રીરામયંત્રનું વૈદિક પૂજન કર્યુ

રક્ષાબંધનના પવિત્ર પર્વે પર મહંત સ્વામી મહારાજે રામજન્મભૂમિ મંદિર માટે શ્રીરામયંત્રનું વૈદિક પૂજન કર્યુ હતુ. આ મંદિર વહેલામાં વહેલી તકે સાકાર થાય તેવી શ્રદ્ધા અને પ્રાર્થના વ્યક્ત કરી. તેઓએ જણાવ્યું કે અમારા ગુરુ પરમ પૂજ્ય યોગીજી મહારાજ અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે રામમંદિર માટે વર્ષો સુધી સતત પ્રાર્થના કરી હતી.અને લાખો ભક્તોને તેમાં જોડાવાની પ્રેરણા આપી હતી. રામ જન્મભૂમિ પર જરૂરથી રામમંદિર બનશે જ તેવો વિશ્વાસ પેદા કર્યો હતો. શ્રીરામયંત્ર લઈને સ્વામિનારાયણ સંસ્થાના અગ્રણી સંતો..પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી તથા પૂજ્ય અક્ષર વત્સલ સ્વામી આવતીકાલે અયોધ્યા જવા વિદાય લેશે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના લાખો ભક્તો-સંતો વતી પુષ્પાંજલિ અર્પણ કરશે.
