મહાપાલિકાની લીફ્ટમાં 2 વ્યક્તિ ફસાયા, કર્મચારીઓમાં દોડધામ

મહાપાલિકાની લીફ્ટમાં 2 વ્યક્તિ ફસાયા, કર્મચારીઓમાં દોડધામ
Spread the love
  • સિકયુરીટી કર્મચારીએ બન્નેને બહાર કાઢ્યા

જામનગર મહાપાલિકાના લીફટમાં બે વ્યક્તિ ફસાઈ જતાં કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. ફાયર બ્રિગેડના જવાનો પહોંચે તે પૂર્વે સિકયુરીટીકર્મીએ બે વ્યકિતને લીફટમાંથી સહી સલામત બહાર કાઢ્યા હતા. છાશવારે લીફટમાં ધાંધિયા થઈ રહ્યા છે છતાં મનપાના તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં રાંચી રહ્યું છે.

જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં આવેલી લીફટ મરવાના વાંકે જીવી રહી હોય તેવી સ્થિતિમાં છે. જેના કારણે છાશવારે લિફ્ટ બંધ થવાની ફરિયાદો લોકોમાં ઉઠી રહી છે. આ સ્થિતિમાં મંગળવારે બપોરે પોણા બે વાગ્યાની આસપાસ મનપાની કચેરીમાં કામ અર્થે આવેલા બે વ્યક્તિ લીફ્ટ ઉતરી રહ્યા હતા ત્યારે અચાનક લીફ્ટ બંધ થતાં ફસાઇ ગયા હતા. આથી બંને વ્યક્તિના જીવ તાળવે ચોંટયા હતા તો કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. પરંતુ ફાયર બ્રિગેડના જવાનો પહોંચે તે પૂર્વે ફરજ પરના સિક્યુરિટીના જવાનોએ લીફટમાં ફસાયેલા બંને વ્યકિતને બહાર કાઢ્યા હતા.

– રોહિત મેરાણી (જામનગર)

20200715_180552.jpg

Right Click Disabled!