મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ

મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ
Spread the love

મહારાષ્ટ્રમાં કોરોનાનું રૌદ્ર સ્વરૃપ અવિરત છે. આ સંકટ ટળવાનું નામ લેતું નથી. દરરોજ દરદીની સંખ્યા અને મૃતકોનો આંક વધી રહ્યો છે. તો બીજી તરફ મહારાષ્ટ્રમાં દરદીઓ સ્વસ્થ થવાનો પણ આંક વધી રહ્યો છે. રાજ્યમાં આજે ચાર હજારથી વધુ દરદી સાજા થયા હોવાનો રેકોર્ડ છે. પણ આજે કોરોનાએ મહારાષ્ટ્રમાં ૨૦૮ જણનો ભોગ લીધો છે અને કોરોનાના નવા ૩,૮૯૦ દરદી નોંધાયા છે. પરિણામે અત્યાર સુધી કોરોનાગ્રસ્તોનો આંક ૧,૪૨,૯૦૦ સુધી પહોંચ્યો છે અને મહારાષ્ટ્રમાં મરણાંક ૬૭૩૯ સુધી પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી ૭૩,૭૯૨ દરદીઓ સાજા થયા છે. જ્યારે મુંબઈમાં ૩૮ દરદીએ જીવ ગુમાવ્યા છે અને કોરોનાના નવા ૧૫૫૨ દરદી નોંધાતા અત્યાર સુધી મુંબઈમાં કોરોનાના દરદીની સંખ્યા ૬૯,૫૨૮ થઈ છે.

મુંબઈમાં મરણાંક ૩,૯૬૪ થયો છે. આ સિવાય મહારાષ્ટ્રના ગામડા અને શહેરોમાં પણકોરોનાએ મજબૂત પગપેસારો કર્યો છે અને દરદીઓની તથા મૃતકોની સંખ્યા વધે છે. થાણેમાં ૨૬,૨૮૦ દરદી, પુણેમાં ૧૭,૪૪૫ દરદી, નાશિકમાં ૩૧૦૪ અને ઔરંગાબાદમાં ૩૮૬૭ દરદી નોંધાયા છે.અત્યાર સુધી મહારાષ્ટ્રમાં ૭૩,૭૯૨ દરદી સાજા થયામહારાષ્ટ્રમાં આજે ૪૧૬૧ દરદીઓ સ્વસ્થ થતાં તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ અપાયા હતા. આથી અત્યાર સુધી મહારાષ્ટ્રમાં ૭૩,૭૯૨ દરદી સાજા થયા છે. એટલે કે કોરોના મુક્ત થયા છે. આમ મહારાષ્ટ્રના કુલ દરદીઓ પૈકી ૫૧.૬૪ દરદી કોરોનામુક્ત થયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં મરણાંક ૪.૭૨ ટકા છે, એમ રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં આજે મૃત્યુ પામેલા ૨૦૮ દરદીની નોંધ કરાઈ છે. એમાં ૭૨ જણના મોત ૪૮ કલામાં નોંધાયા છે. બાકીના ૧૩૬ દરદીના મોત તે પહેલાના જૂના દરદી હોવાનો દાવો આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કર્યો હતો. મહારાષ્ટ્રમાં ૫,૫૭,૯૪૮ જણ હોમ ક્વોરન્ટીન છે.જ્યારે ૩૩,૫૮૧ જણ સંસ્થાત્મક ક્વોરન્ટીન છે, એમ તેમણે ઉમેર્યું હતું. શૂન્ય મિશન હેઠળ ઘરે ઘરે જઈને સ્કિનિંગ કરાશેમુંબઈમાં કોરોનાના દરદીઓની સંખ્યામાં અંકુશમાં આવી રહ્યો છે, એવો દાવો મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલસિંહ ચહલ કરી રહ્યા છે, પરંતુ મુંબઈમાં ઉત્તર પરાં વિસ્તારમાં કોરોનાના દરદીની વધતી સંખ્યાને અંકુશમાં લેવા પાલિકાએ ખાસ રેપિડ એક્શન પ્લાન બનાવીને ‘શૂન્ય મિશન’ હાથ ધર્યું છે.

જેમાં ઘરે-ઘરે જઈને સ્ક્રિનિંગ કરવું. મોબાઇલ ફિવર ક્લિનિક પરાં વિસ્તારમાં ફેરવીને તાત્કાલિક દરદીને સારવાર આપવી તેમને અનેક ઉપાય હાથ ધર્યા છે. લોકડાઉનનો સખ્તાઇપૂર્વક કન્ટેન્મેન્ટ ઝોનમાં તેમણે હાથ ધર્યો છે.કોરોનાના દરદીના બમણા વૃદ્ધિ દરનો સમય વધીને ૩૯ દિવસ થયોપાલિકા કમિશનર ઇકબાલસિંહ ચહલે જણાવ્યું હતું કે મુંબઈમાં કોરોનાના દરદીના બમણા વૃદ્ધિ દરનો સમય વધીને ૩૯ દિવસ થયો છે, એટલે વૃદ્ધિ દર સરેરાશ ૧.૮૧ ટકા થયો છે. મુંબઈમાં ૨૪ વોર્ડ પૈકી ૩ વોર્ડમાં દરદીનો વૃદ્ધિ દર એક ટકાથી ઓછો છે. જ્યારે ૧૦ વોર્ડમાં કોરોનાના દરદીનો વૃદ્ધિ દર બે ટકાથી ઓછો છે.

ff8c42a-phpPz5zxA.png

Right Click Disabled!