મહિલા બેંક કર્મચારીને માર મારનાર પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

મહિલા બેંક કર્મચારીને માર મારનાર પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ
Spread the love

સુરતમાં મહિલા બેંક કર્મચારીને માર મારનાર પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાયો છે. બેંકની મહિલા કર્મચારીને માર મારનાર કોન્સ્ટેબલ ઘનશ્યામ આહિર ની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. જો કે આ ઘટનામાં પુણા પોલીસ સામે પણ ગંભીર આક્ષેપો થયા છે.પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યોપુણા સ્થિત સરોલી વિસ્તારની સિન્ડીકેટ બેંકમાં આવીને દાદાગીરી કરી

રહેલો આ શખ્સ પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામ આહિર છે. તેણે પોતાના સંબંધીની પાસબુકમાં એન્ટ્રી માટે પહેલા બોલાચાલી કરી હતી. કોન્સ્ટેબલની દાદાગીરીને મોબાઇલ ફોનના કેમેરામાં શૂટ કરતા બેંકના મહિલા કર્મચારીને જોતા કોન્સ્ટેબલ ઘનશ્યામ આહીર બેંકના રિસ્ટીકટેડ એરિયામાં ઘૂસી ગયો અને મહિલા કર્મચારીને માર માર્યો હતો.

ફરિયાદી સાથે આરોપી જેવુ વર્તન
એક કોન્સ્ટેલબલ થઇને મહિલાને માર મારવાના આ ગંભીર ગુના બાદ કોન્સ્ટેબલ ઘનશ્યામ આહીરને સસ્પેન્ડ કરી દેવાયો છે.પરંતુ આ ઘટનમાં ભોગ બનનાર મહિલા કર્મચારી અને તેમના પરિજનોએ પુણા પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા છે, જેમાં તેમની સાથે ફરિયાદીને બદલે આરોપી જેવું વર્તન કરીને રાત્રે 11 વાગ્યા સુધી ફરિયાદ ન લખી. તેમજ ફરિયાદ પાછી લેવા દબાણ કરાયું હોવાના પણ ગંભીર આક્ષેપ કર્યા છે.

પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
સિન્ડીકેટ બેંકમાં ઘૂસીને દાદાગીરી કરનાર આ કોન્સ્ટેબલે પોતાનો એવો તો રૂઆબ દેખાડ્યો કે તેણે મહિલા કર્મચારીને માર માર્યો. જે બાદ મહિલા કર્મચારીને ગંભીર ઇજાઓ પહોંચી છે. ત્યારે પોતાના પર્સમાંથી પોતાનું આઇડી કાર્ડ દેખાડનાર આ કોન્સ્ટેબલ તો હાલ સસ્પેન્ડ થઇ ગયો છે. પરંતુ જો પીડિતના આક્ષેપો સાચા હોય તો પુણા પોલીસની કામગીરી સામે પણ ચોક્કસપણે સવાલો સર્જાય છે.

SURAT-6-960x640.jpg

Right Click Disabled!