મહિલા મોરને પોતાના હાથે ખવડાવે છે

મહિલા મોરને પોતાના હાથે ખવડાવે છે
Spread the love

કરુણા અને અનુકંપા દિલમાં વસતી હોય છે. આવી ભાવનાઓને પશુ-પંખીઓ બહુ સહજતાથી પારખી લેતાં હોય છે. આપણે જોયું છે કે મોર બહુ શરમાળ પક્ષી છે. એ માણસોની નજીક જવામાં બહુ ખચકાટ અનુભવે છે. જોકે રાજસ્થાનમાં શાકભાજી વેચતી એક મહિલાનો વિડિયો વાઇરલ થયો છે, જેમાં એક મોર આ બહેનના હાથમાંથી ચણ ખાઈ રહ્યો છે. આ મહિલા જાણે કંઈક બહુ મોટું કામ કરતી હોય એવું દેખાડતી પણ નથી.

વિડિયોમાં આ બહેન બોલતા દેખાય છે કે આ તો તેમના માટે રુટિન છે. આ મોર રોજ તેમની પાસે દાણા ખાવા આવે છે. પોતાનું કામ કરે છે, શાકભાજી વેચે છે અને બાજુમાં ઊડતા મોરને ખાવા માટે અનાજના દાણા ઉઠાવીને પોતાની હથેળીમાં ધરે છે. મોર પણ બહુ સહજતાથી તેના હાથમાંથી દાણા ચણે છે. નેટિઝન્સને નિર્ભય થઈને દાણા ખાતો મોર બહુ ગમી ગયો છે અને મોર જેવા ભોળા પંખીનો વિશ્વાસ જીતવા માટે તેમણે મહિલાની પર ભરપેટ પ્રશંસા કરી છે.

Peacock-eats-from-woman-han_d.jpg

Right Click Disabled!