મહિલા સરપંચની બોર્ડર ગીરી, પોતાના ગામમા કોરોના ન આવે તે માટે બોર્ડર સીલ કરી

મહિલા સરપંચની બોર્ડર ગીરી, પોતાના ગામમા કોરોના ન આવે તે માટે બોર્ડર સીલ કરી
Spread the love

શક્તિ ભક્તિ અને પ્રકૃતિનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી અરાવલી પહાડો પર વસેલું છે આ ગામની આસપાસ આદિવાસી બહુમતી વિસ્તાર ધરાવતા ગામો આવેલા છે આ ગામોમાં ગરીબ પ્રજાતિના લોકો વસવાટ કરે છે અંબાજીથી 12 કિલોમીટર દૂર સેમ્બલ પાણી ગામ આવેલું છે, આ ગામ ની ગ્રુપ ગ્રામ પંચાયત ના મહિલા સરપંચ દ્વારા આજે રાજસ્થાન સરહદ થી અંદર આવતા ગામો સીલ કરી કોરોના મહામારી થી બચવા માટે સુંદર કામગીરી કરી હતી.

આજે વિશ્વ આખું કોરોના થી થર થર કાપી રહ્યું છે ત્યારે કોરોના સામે ભારત દેશ પણ લોક ડાઉન નો કડક અમલ કરી રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્ય ના સૌથી પછાત જિલ્લાના પછાત તાલુકા મા આવેલા સિમ્બલ પાણી ગ્રુપ ગ્રામ પંચાયત ના મહિલા સરપંચ દ્વારા પોતાના વિસ્તાર ના લોકો ની સાવચેતી અને સલામતી ને ધ્યાને લઇને આજે આખો દિવસ ગ્રામજનો ને કોરોના વાઇરસ નામ ની બીમારી થી સચેત કરી જેસીબી મશીન દ્વારા રાજસ્થાન સરહદ નજીક અડીને અંદર આવેલા ગામો સરહદ છાપરી, આંબલી માળ અને ગુડા ના ગામો મા લોક ડાઉન નો ભંગ ન થાય અને કોરોના વાઇરસ થી બચાવ માટે ગુજરાત બોર્ડર સીલ કરી હતી.

જમણી બેન પુનાભાઈ ડુંગાઇચા

મહિલા સરપંચ યે જણાવ્યું હતું કે મારા માટે મારું ગામ અને મારા ગ્રુપ ગામો મા આવતા તમામ લોકો નું સ્વાસ્થ્ય સારું રહે અને કોરોના વાઇરસ અમારા ગામ સુધી ન આવે તે માટે અમે અત્યાર થી જ કડક કાર્યવાહી કરી લોક ડાઉન નું અમલ કરી રહ્યા છીએ જેમાં મને મારા ગ્રામજનો પણ મદદ કરી રહ્યા છે સાથ સહકાર આપી રહ્યા છે, હું પણ માસ્ક પહેરીને કામગીરી કરું છુ અને મારા ગામ ના લોકો પણ માસ્ક પહેરીને કામ કરે છે.

IMG-20200412-WA0056-1.jpg IMG-20200412-WA0059-0.jpg

Right Click Disabled!