મહિલા સ્વાવલંબન દિવસ, મહિલા સ્વાવલંબન યોજના

મહિલા સ્વાવલંબન દિવસ, મહિલા સ્વાવલંબન યોજના
Spread the love

આ યોજનાનો ઉદ્દેશ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોની જરૂરીયાતમંદ મહિલાઓને સ્વરોજગારી માટે બેંક લોન આપી પગભર બનાવવાનો છે. સહાયની પાત્રતાઃ- લાભાર્થીની વય મર્યાદા- ૨૧ થી ૫૦ વર્ષ   આવકનુ ધોરણ- ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧૨૦૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે ૧૫૦૦૦૦/-    સહાય નુ ધોરણઃ- વ્યક્તિગત-મહત્તમ રૂ.૨૦૦૦૦૦/- (બે લાખ) સુધીની બેંક લોન માટે ભલામણ કરવામાં આવશે. જે અંતર્ગત પ્રોજેક્ટ કોસ્ટના ૧૫% અથવા મહત્તમ રૂ. ૩૦૦૦૦/- (ત્રીસ હજાર) બન્ને માંથી જે ઓછુ હોય, જે મુજબ સબસીડી મંજૂર કરવામાં આવશે.

આ યોજના હેઠળ લોન સહાય મેળવવા ધંધા/ઉદ્યોગની કુલ ૩૦૭ પ્રકારની ટ્રેડ માટે સહાય મળવાપાત્ર છે.      આ યોજનાનો અમલ ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. મારફતે કરવાનો રહેશે. જિલ્લા કક્ષાએ આ યોજનાનો અમલ કમિશ્નરશ્રી, મહિલા અને બાળ વિકાસની કચેરી હસ્તકના જિલ્લા મહિલા અને બાળ અધિકારી, વર્ગ-૧ દ્વારા કરવામાં આવે છે. આ યોજનાનુ અરજી ફોર્મ બે નકલમાં અરજદારને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, મોડાસા, અને તેમના તાબા હેઠળ આવતી તાલુકાની તમામ કચેરીઓ/સંસ્થાઓમાંથી મળશે.

અમલીકરણ કચેરીનુ સરનામુઃ
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી,સી.એસ./૬, બ્લોક –સી. બીજો માળ, જિલ્લા સેવા સદન , શામળાજી રોડ, મોડાસા, જિ.અરવલ્લી.

રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)

WhatsApp-Image-2020-08-03-at-15.59.43-1.jpeg

Right Click Disabled!