મહિસાગર જિલ્લાનાં શિક્ષકોએ ચીંધ્યો નવો રાહ

Spread the love
  • જિલ્લાવાસીઓને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવવા કર્યા સઘન પ્રયાસો
  • જિલ્લાના ૫૧૦૦થી વધુ શિક્ષકોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવવા કર્યો મક્કમ નિર્ધાર

લુણાવાડા,
આજે સમગ્ર વિશ્વ પર જ્યારે કોરોનાની મહામારી કહેર બનીને આવી છે ત્યારે ગુજરાતમાં પણ કોરોના સંક્રમિતોની દિન-પ્રતિદિન વધતી સંખ્યા ખરેખર ચિંતાજનક ગણાય છે સ્વાભાવિક છે. તેથી મહિસાગર જિલ્લાવાસીઓને કોરોના સંક્રમણથી બચાવી શકાય અને કોરોના સંક્રમણને નિયંત્રણ કરી શકાય તે માટે જિલ્લા કલેકટર શ્રી આર.બી બારડે કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લોન્ચ કરવામાં આવેલા આરોગ્ય સેતુ એપને ડાઉનલોડ કરવા માટે અનુરોધ કરવામાં આવેલો હતો. જિલ્લાવાસીઓને તે અન્વયે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી એમ.જી.મલેકે જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવવા અપીલ કરી હતી. તે અપીલને ધ્યાને લઇ શિક્ષક સમાજનો ઘડવૈયો છે તે સમાજને સાચો રાહ ચીંધે છે. વૈશ્વિક કોરોના મહામારીમાં આ ઉક્તિને સાર્થક કરતા મહિસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લાના ૫૧૦૦ થી વધુ શિક્ષકો અને તેમના દ્વારા વધુમાં વધુ મહિસાગર જિલ્લા વાસીઓમાં પ્રચાર-પ્રસાર અને માર્ગદર્શનથી આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરે તે માટે પહેલ કરી કોરોનાની મહામારીમાં આપણી આસપાસ રહેલ પોઝિટિવ દર્દીઓની વિગત તેમજ ત્વરીત ટ્રેકિંગ તેમજ આપણા સ્વાસ્થ્યનું સ્વપરિક્ષણ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આરોગ્ય સેતુ એપ વિકસાવવામાં આવી છે. તેને શિક્ષક મિત્રો દ્વારા તેમની આસપાસ રહેતાં નાગરિકો તેમજ તેમના સગા સંબંધીઓને પણ આરોગ્ય સેતુ એપનો વધુમાં વધુ પ્રચાર પ્રસાર કરી પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરાવીને તેમાં પોતાની સ્વાસ્થ્યને લગતી વિગતો નોંધીને કોરોના અંગે તમામ અપડેટ મેળવતા રહી એપ ડાઉનલોડ ધારકનાં સ્વાસ્થ્ય અંગે રહેવા અપીલ કરવામાં આવી છે. યુવાનો મોબાઇલમાં આ એપના ઉપયોગ થકી પોતાના આરોગ્યની સુરક્ષા પોતાના હાથમાં છે તેઓ અનુભવ કરે છે.

આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ શ્રી શશીકાંતભાઈ પટેલ જણાવે છે કે જિલ્લાના શિક્ષકો દ્વારા મુખ્યમંત્રી રાહત નિધિમાં એક દિવસનો પગાર તેમ જ અમુક શિક્ષકો દ્વારા એક દિવસના પગાર ઉપરાંત પણ ફંડમાં દાનની સરવાણી વહાવી છે. તેમજ રાશન કીટ, ફૂડપેકેટ વિતરણની પણ કામગીરી કરવામાં આવી છે. સાથે સાથે કોરોનામાં વધુ અસરકારક આયુર્વેદિક ઉકાળાનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. તથા શિક્ષકો દ્વારા દરેક નાગરિકોને સામાજિક અંતર જાળવવા તેમજ માસ્કનો ફરજિયાત ઉપયોગ કરવા માટે પણ સંનિષ્ઠ પ્રયાસ કરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે.

આ રીતે નજીકના ભવિષ્યમાં આપણો મહીસાગર જીલ્લો કોરોના મુક્ત બને તે માટે આપણી સ વિશેષ જવાબદારીને ગંભીરતાથી લઇ જિલ્લા વહીવટી તંત્રને મજબૂત કરવા સૌ શિક્ષકોએ આશા વ્યક્ત કરી હતી.

Right Click Disabled!