મહિસાગર જિલ્લાના સાગરમાં વહિ દાનની સરવાણી

મહિસાગર જિલ્લાના સાગરમાં વહિ દાનની સરવાણી
Spread the love
  • કોરોનાવાયરસ સામે રક્ષણ અને વધુ સુદ્દઢ સેવાઓ કાર્યરત કરવા
  • બાલાસિનોર શ્રી મહેરા બાવીસી પંચ અને શ્રી ખોડીયાર મહેરા ભોઇ પ્રગતિ મંડળ દ્વારા મુખ્યમંત્રી રાહત નિધિમાં રૂપિયા ૧,૭૧,૦૦૦/-નો ચેક જિલ્લા કલેકટરશ્રી ને અર્પણ કર્યો

લુણાવાડા,
સમગ્ર વિશ્વ કોરોનાવાયરસની મહા મારી સામે ઝઝૂમી રહ્યું છે. જેમાં ભારત દેશ સહિત ગુજરાત રાજ્ય પણ પૂરી તાકાત અને તૈયારી સાથે કોરોના સામે લડત આપી રહ્યું છે, ત્યારે ગુજરાત સરકાર પણ વધુ સક્ષમતાથી તેનો સામનો કરી શકે અને કોરોનાવાયરસ સામે રક્ષણ અને વધુ સુદઢ સેવાઓ કાર્યરત કરવા સરકાર સાથે ખભે ખભો મિલાવી કોરોનાવાયરસ ને નાબુદ કરવા મહિસાગર જિલ્લાની સેવાભાવી સંસ્થાઓ, વેપારી મંડળો, સામાજિક મંડળો, ઉદ્યોગપતિઓ અને દાતાઓ દ્વારા મુખ્યમંત્રી રાહત નિધિમાં જિલ્લા કલેકટર શ્રી આર.બી બારડની અપીલને ધ્યાને લઇ આવી પડેલી આફતમાં મુખ્યમંત્રીશ્રીના હાથ મજબૂત કરવા મહીસાગરના સાગરમાં વહી રહી છે દાન થકી સેવાની સરવાણી.

મહિસાગર જિલ્લાના બાલાસિનોર શ્રી મહેરા બાવીસી પંચ અને શ્રી ખોડીયાર મહેરા ભોઇ પ્રગતિ મંડળ બાલાસિનોર દ્વારા જિલ્લા કલેકટર શ્રી આર.બી.બારડને જિલ્લા સેવા સદનમાં કલેકટરશ્રીની ચેમ્બરમાં પ્રમુખ શ્રી રાયજીભાઇ મહેરા અને સભ્યશ્રીઓ મળીને મુખ્યમંત્રી રાહત નિધિમાં રૂપિયા ૧,૭૧,૦૦૦/- નો ચેક સ્વરૂપે હાથોહાથ કલેકટરશ્રીને અર્પણ કરી પોતાના મંડળનું ભાવાત્મક અમૂલ્ય યોગદાન આપ્યું છે.

Right Click Disabled!