મહીસાગર જિલ્લામાં કોરોના કહેરના સમયમાં પણ કોરોના વોરીયર્સની પ્રશંસનીય કામગીરી

મહીસાગર જિલ્લામાં કોરોના કહેરના સમયમાં પણ કોરોના વોરીયર્સની પ્રશંસનીય કામગીરી
Spread the love
  • સરકાર અને કોરોના વોરિયર્સને ધન્યવાદ સાથે આભાર વ્યકત કરતા સગર્ભા મહિલા ભુરીબેન ખાંટ

લુણાવાડા,
કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને કારણે ઉદભવેલી પરિસ્થિતિમાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્રારા વિવિધ સઘન પગલાઓ લઇ કામગીરી કરવામાં આવે ત્યારે મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકાના મોવાસા ગામની સગર્ભાભુરીબેનખાંટનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતાં જિલ્લા તંત્ર દ્વારા વડોદરા GMERS ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં કોરોના સંક્રમિત સગર્ભાબેન કોરોના મુક્ત થઇ હેમખેમ પરત આવતા સતત માર્ગદર્શન આપી સેવા સુશ્રુષા કરી ઘર સુધી પહોંચાડનાર કોરોના વોરીયર્સ તંત્ર પ્રત્યે પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.

સગર્ભા મહિલા ૨રવર્ષીય ભુરીબેનખાંટ પ્રતિભાવ આપતાં જણાવે છે કે આરોગ્ય વિભાગની સુંદર કામગીરી થી હું હર્ષ અને સંતોષની લાગણી અનુભવી કોરોનાની મહામારી સામે ઝઝુમી સફળતાપૂર્વક સારવાર લઈ ઘરે પરત ફરેલ છું. મારી બીજી સગર્ભાવસ્થાની સંભવિત તારીખના પ દિવસ બાકી હોઈ સરકારી નિયમ પ્રમાણે મારી કોરોનાની તપાસ માટે તા.૨૨/૦૫/૨૦૨૦ ના રોજ સરકારી વાહનમાં સંતરામપુર SDH ખાતે લઈ જઈ સેમ્પલ લેવામાં આવ્યું હતું. અને રીપોર્ટ ન આવે ત્યાં સુધી મને હોમ આઈસોલેશનમાં રાખવામાં હતી. તા.૨૬/૦૫/૨૦ ના રોજ કોરોના રીપોર્ટ પોઝીટીવ હોવાની જાણ થતાં હું ચિંતામાં આવી ગઇ હતી પણ મારી જિલ્લા આરોગ્ય વિભાગ દ્રારાવિશેષ કાળજી લઇ તેમનામાર્ગદર્શન હેઠળ મને આરોગ્ય ટીમ દ્રારા ૧૦૮ મારફતે વડોદરા ગોત્રી- GMERS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં મને સ્પેશિયલ વોર્ડમાં રાખવામાં આવી હતી. ત્યાનર્સબહેનો અને ડોકટરશ્રીઓનોપુરતો સાથ સહકાર મળ્યો હતો તેમજ રહેવા અને જમવાની સમયસર સગવડ કરવામાં હતી. ગાયનેકોલોજીસ્ટ દ્રારા સમયસર બાળકના ધબકારાની તથા મારા સ્વાસ્થયની પણતપાસ કરવામાં આવતી હતી. પ્રા.આ.કે.ના મેડીકલ ઓફિસર દ્રારાટેલીફોન થી મારી તબિયત વિશેની જાણકારી પણલેવામાં આવી રહી હતી. મારોતા.૦૭/૦૬/૨૦૨૦ ના રોજરીપોર્ટ નેગેટીવ આવતા અમે મેડીકલ ઓફિસરને જાણકારી કરી હતી. તેમણે પી.એચ.સી.નું સરકારી વાહન લેવા મોકલ્યું હતું અને ઘરે મુકી ગયા હતા. બીજા દિવસે મેડીકલ ઓફિસર, ફિ.હે.વ. તથા મ.પ.હે.વ. દ્વારા ઘરે મુલાકાત લઈ બી.પી. લોહીની તપાસ તથા બાળકના ધબકારાની તપાસ કરી. તબિયત સાચવવા અંગે સુચનો આપ્યા હતા. તથા તે પછી રોજ મારી તબિયત વિશે પુછતા હતા.તા.૧૯/૦૬/૨૦૨૦ ના રોજ સંજીવની હોસ્પિટલલુણાવાડા ખાતે નોર્મલ ડીલીવરીથી પુરૂષ સ્વસ્થ બાળકનો જન્મ થયો. હાલ મારી અને મારા બાળકની તબિયત ખુબ સારી છે. આરોગ્ય ટીમ ખડેપગે રહી અમારી સાથે રહીને ખુબજ મદદ કરી છે. તેનો અમને ખુબ સંતોષ છે.
આ ઉપરાંત આરોગ્ય ટીમ દ્રારા ફળિયાનું સેનીટાઈઝેશન, હોમીયોપેથીક દવાનું વિતરણ તથા આર્યુવેદીક દવાનું વિતરણ સમયસર કરવામાં આવેલુ. અને ૧૪ દિવસ સુધી આરોગ્ય ટીમે સર્વે કર્યો તે માટે આ કોરોનાના કઠિન અનેકપરા સમયમાં પણ પ્રશંસનીય કામગીરી માટે તેમને હું ધન્યવાદ આપું છું અને આભાર વ્યકત કરું છું.

Right Click Disabled!