મહીસાગર જિલ્લામાં ૧૦ ગામદીઠ એક મોબાઇલ પશુ દવાખાનાની યોજનાનું લોકાર્પણ

મહીસાગર જિલ્લામાં ૧૦ ગામદીઠ એક મોબાઇલ પશુ દવાખાનાની યોજનાનું લોકાર્પણ
Spread the love
  • જિલ્લા પંચાયતના પટાંગણથી ત્રણ મોબાઇલ પશુ દવાખાનાને મહાનુભાવોએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

લુણાવાડા,
જીવદયા પ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનીસરકાર દ્રારા રાજ્યના ગ્રામિણ વિસ્તારના પશુપાલકોને ઘરે બેઠા પશુ સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી રાજયમાં હાલમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળના પશુપાલન પ્રભાગ દ્વારા કાર્યરત “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨” તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ૧૦૮ ના સફળ અનુભવને ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા “૧૦ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના યોજના” અંતર્ગત મહીસાગર જિલ્લા પંચાયત ભવન ખાતેથી ત્રણ મોબાઇલ પશુ દવાખાનાને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબેન ખાંટ,સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય સર્વશ્રીઅજીત સિંહ ચૌહાણ, જીગ્નેશભાઈ સેવક, જિલ્લા પંચાયત ખેત ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ ચેરમેનશ્રી વિક્રમસિંહ પરમાર,જિલ્લા કલેકટરશ્રી આર.બી.બારડ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારી,અગ્રણી શ્રી જે.પી.પટેલ,નાયબ પશુપાલન નિયામકશ્રી એમ.જી.ચાવડા, જીવીકે ઇએમઆરઆઇના ઇએમઇ શ્રી ભુપેન્દ્ર ચૌધરીસહિત અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાંત્રણ મોબાઇલ પશુ દવાખાનાનેલીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું

દસ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાનાની સુવિધા પ્રથમ તબક્કામાં મહીસાગર જિલ્લામાં સંતરામપુર, ખાનપુર તથા બાલાસિનોર તાલુકામાં શરૂ કરવામાં આવી જેના અંતર્ગત ૧૯૬૨ડાયલ કરવાથી વિનામૂલ્ય ગામમાં બેઠા પશુ સારવાર મળી રહેશે. માનવ સારવાર માટે જેમ 108 સુવિધા છે તે પ્રકારની આ સુવિધા પશુધનની સારવાર માટે ઉપલબ્ધ બની છે.
પ્રારંભિક તબક્કામાં મહીસાગર જિલ્લામાં ૧૭ પશુદવાખાનાઓ પીપીપીના ધોરણે GVK-EMRI મારફતે શરૂ કરવાનું આયોજન છે. આ મોબાઇલ પશુ દવાખાના દ્વારા નિયત કરેલ ગામોમાં નિ:શુલ્ક પશુ સારવાર ગામ બેઠા આપવામાં આવશે.આગામી દિવસોમાં મહિસાગર જિલ્લામાં બાકીના તાલુકામાં શરૂ કરી પશુઓને ઘેરબેઠા આરોગ્ય સંભાળ આપવામાં આવશે. આકસ્મિક સારવાર માટે ૧૯૬૨ પર ફોન કરી નિયત થયેલ ગામોમાં ઘર બેઠાં વિના મૂલ્યે પશુ સારવાર આપવામાં આવશે. આ તમામ વાહનો પશુ સારવાર માટેની જરૂરી તમામ દવા સાધન સામગ્રી અને નિષ્ણાત પશુચિકિત્સા અધિકારી સાથે ઉપલબ્ધ રહેશે. આ યોજના મારફતે નિ:શુલ્ક પશુસારવાર સેવાઓ વર્ષના ૩૬૫ દિવસ સવારે ૭ થી રાત્રે ૭ દરમ્યાન પશુપાલકોને ગામ બેઠા ઉપલબ્ધ થશે. આ તમામ વાહનોમાં જીપીએસની સુવિધા હોવાથી માન. મુખ્યમંત્રીશ્રીના ડેશબોર્ડ મારફતે યોજનાનું રીયલ ટાઈમ મોનિટરીંગ પણ કરવામાં આવશે. કુદરતી આફતના સમયમાં આ એકમો દ્વારા અવિરત સેવાઓ મળી રહેશે. આ યોજના માટે સરકારશ્રી દ્વારા રૂ. ૮૮ કરોડથી વધુ રકમની માતબર જોગવાઈ પણ કરવામાં આવેલ છે.

Right Click Disabled!