મહીસાગર જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા કોરોના વાયરસથી બચવા કેટલાક સૂચનો કરાયા

Spread the love
  • “ગભરાટ નહી–સમજદારી,તાત્કાવલિક સારવાર,આપણી જવાબદારી “ના સૂત્રને સાર્થક કરવા આપણાં સૌના સહિયારા સાથ-સહકારથી આ રોગચાળો ફેલાતો અટકાવી શકાય

લુણાવાડા,
હાલમાં સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર નોવોલ કોરોના વાયરસ રોગચાળા બાબતે જિલ્લાવ આરોગ્ય તંત્ર દ્વારા તમામ પ્રકારનાં રોગચાળા અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે. જેથી આ રોગથી ડરવાની જરૂર નથી. ફકત સાવચેતીનાં પગલાંઓ લેવાથી આરોગ્યા સામે રક્ષણ મેળવી શકાય છે.
જેમ કે, ચાઇનાથી કે અન્યચ રોગચાળાગ્રસ્તો વિસ્તામરમાંથી આવેલ વ્યગકિતમાં ભારે તાવ, શરદી, ખાંસી, કે શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જણાય તો તાત્કા્લિક જિલ્લા‍ની સિવિલ હોસ્પિાટલ ખાતેનાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવો. ૧૪ દિવસ સુધી વિદેશથી આવેલ વ્યલકિતએ સેલ્ફમ ઓર્બ્‍ઝવેશન હેઠળ રહેવું, ભીડભાળવાળી જગ્યા૧એ જવાનું ટાળવું, મોં પર માસ્કલ બાંધી ઘરના તેમજ અન્યે વ્યળકિતઓના સંપર્કથી દૂર રહેવું, વારંવાર સાબુથી હાથ ધોવા, ખાંસી કે છીંક ખાતી વખતે મોઢું અને નાક ઢાંકીને રાખવા, પૂરતા પ્રમાણમાં આરોગ્યએપ્રદ ખોરાક લેવો તેમજ વધુ માત્રામાં પ્રવાહી પીવું, સાથોસાથ પૂરતી ઉંઘ લેવી વિગેરે જેવી કાળજી રાખવાથી આ રોગથી બચી શકાય છે.
હાલ રાજય સરકાર તેમજ જિલ્લાે આરોગ્યર તંત્ર દ્વારા વિદેશી મુસાફરોને હેલ્થ્ સ્ક્રી નીંગની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લાથનાં આરોગ્યિ વિભાગના આઇ.ડી.એસ.પી. શાખા દ્વારા લોકોને રોગચાળા બાબતે કોઇપણ ડર ન રાખવા અને સાવચેતી રાખવા સલાહ આપવામાં આવે છે.
આ રોગચાળોને સમજી અને સાવચેત રહેવાથી બચી શકાય છે –“ ગભરાટ નહીં – સમજદારી, તાત્કાાલિક સારવાર, આપણી જવાબદારી “ ના સૂત્રને સાર્થક કરવા આપણાં સૌના સહિયારા સાથ-સહકારથી આ રોગચાળો ફેલાતો અટકાવી શકાય તેમ હોઇ કોઇપણ પ્રકારનો ગભરાટ રાખવો નહીં. તેમજ કોઇપણ સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવી નહીં કે અફવાઓથી દૂર રહેવા પણ અપીલ કરવામાં આવી છે.

Right Click Disabled!